Banaskantha: પાણીના પ્રશ્નને લઇ 100 ગામના ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં, અખાત્રીજના દિવસે ટ્રેકટર રેલી યોજી વિરોધ દર્શાવશે
થોડા દિવસ પહેલા પણ પાલનપુર તાલુકાના ખેડૂતોએ (Farmers) ટ્રેક્ટર રેલી યોજીને સરકારને પાણી આપવા માટે માગ કરી હતી. જે બાદ હવે કાંકરેજ અને દિયોદર પંથકના 100 ગામના ખેડૂતો પાણી (Water) માટેની માગ કરી છે.
ઉનાળો (Summer 2022) જેમ જેમ જામતો જાય જાય છે. તેમ તેમ હવે પાણીના પ્રશ્નો પણ વિકટ બનતા જઇ રહ્યા છે. બનાસકાંઠાના (Banaskantha) દિયોદરમાં ભર ઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો છે. “પાણી નહીં તો વોટ નહીં”ના સૂત્ર સાથે દિયોદર અને કાંકરેજ પંથકના ખેડૂતોએ (Farmers) આંદોલનનું બ્યુગલ ફૂંક્યું છે. પાણી ન મળતાં 100 ગામના ખેડૂતો અખાત્રીજના દિવસે એકત્ર થઈ ટ્રેક્ટર રેલી યોજીને ધરણા કરશે. ખેડૂતો સરકાર પાસે પાણીની માંગ કરશે. ખેડૂતોએ વિરોધ વ્યક્ત કરતા ગામે-ગામ “પાણી નહીં તો વોટ નહીં”ના બેનર લગાવ્યા છે. સાથે જ રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ખેડૂતોની માગ છે કે સરકાર કોઈપણ ભોગે સુજલામ સુફલામ કેનાલને નર્મદાના પાણીથી ભરે. જેથી પાણીની સમસ્યા દૂર થાય. જો કેનાલમાં પાણી નહીં છોડાય તો ખેડૂતોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લામાં ઉંડા જતા ભૂગર્ભજળ અને ઓછા વરસાદે ખેડૂતો માટે સૌથી મોટી મુશ્કેલી સર્જી છે. જિલ્લામાં પાણીનો પ્રશ્ન વિકરાળ બની ગયો છે.
થોડા દિવસ પહેલા પણ પાલનપુર તાલુકાના ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજીને સરકારને પાણી આપવા માટે માગ કરી હતી. જે બાદ હવે કાંકરેજ અને દિયોદર પંથકના 100 ગામના ખેડૂતો પાણી માટેની માગ સાથે આંદોલનના મૂડમાં છે. જેના માટે ગામે-ગામ બેઠકો મળી રહી છે.
આ પણ વાંચોઃ Sokhda Haridham : સ્વામી ગુણાતીત ચરણના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો, સ્વામીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી