બનાસકાંઠાઃ બનાસ ડેરી દ્વારા પશુપાલક હિતલક્ષી નિર્ણય, પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો થતા પશુપાલકોને 16 ડિસેમ્બરથી મળશે 790 રૂપિયા

દૂધમાં (Milk)ભાવ વધારો મળતા પશુપાલકોના જીવન ધોરણમાં સુધારો આવશે.  ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીએ દૂધના પ્રતિ ફેટના ભાવમાં વધારો કરતા  ઉત્પાદકોને  815ના સ્થાને 850 રૂપિયાનો વધારો મળતા દૂધ ઉત્પાકોને હવે 35 રૂપિયાનો વધારો મળશે. તો બનાસ  ડેરીએ  30 રૂપિયાનો વધારો આપતા પ્રતિ કિલો ફેટે 790 રૂપિયા દૂધ ઉત્પાદકોને મળશે.

બનાસકાંઠાઃ બનાસ ડેરી દ્વારા પશુપાલક હિતલક્ષી નિર્ણય, પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો થતા પશુપાલકોને 16 ડિસેમ્બરથી મળશે 790 રૂપિયા
ફેટના ભાવમાં વધારાને કારણે બનાસ ડેરીના ખેડૂતોને 16 ડિસેમ્બરથી 790 રૂપિયા મળશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 9:50 AM

ચૂટણી બાદ  રાજયમાં પશુપાલકો માટે સારા સમાચાર આવી રહ્યા છે.  ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી  બાદ બનાસકાંઠા  જિલ્લામાં આવેલી બનાસ ડેરીએ પ્રતિ કિલો ફેટના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો છે. ચાલુ વર્ષમાં સતત ચોથી વાર બનાસ ડેરીએ ખરીદ ભાવમાં વધારો કરતા જિલ્લાના અસંખ્ય પશુપાલકોને ફાયદો થયો છે. આ લાભ પશુપાલકોને 16 ડિસેમ્બરથી મળશે. બનાસ ડેરી દ્વારા અગાઉ પ્રતિ કિલો ફેટ 760 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. જેમાં 30 રૂપિયાનો વધારો કરતા પ્રતિ કિલો ફેટે 790 રૂપિયા ચૂકવવામાં આવશે.  આ  વર્ષે અગાઉ ત્રણ વાર પણ બનાસ ડેરી  પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો કરીને પશુપાલકોને ફાયદો આપી  ચૂકી  છે.

ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીએ  પણ કર્યો  હતો  વધારો

જેમાં ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીએ દૂધના પ્રતિ ફેટના ભાવમાં વધારો કર્યો  છે. ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પ્રતિ કિલો ફેટના ભાવ 815 રૂપિયાથી  વધારીને  850 રૂપિયા કરવામાં આવ્યા છે. આ ભાવ વધારાથી ગાંધીનગર જિલ્લાના કુલ 45 હજાર પશુપાલકોને લાભ થશે. મધુર ડેરીએ દાવો કર્યો હતો કે ગુજરાતના તમામ જિલ્લા દૂધ ઉત્પાદક કરતાં આ સૌથી વધુ ભાવ છે.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

 દૂધ ઉત્પાદકો માટે મોટા સમાચાર

નોંધનીય છે કે દૂધમાં ભાવ વધારો મળતા પશુપાલકોના જીવન ધોરણમાં સુધારો આવશે.  ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીએ દૂધના પ્રતિ ફેટના ભાવમાં વધારો કરતા  ઉત્પાદકોને  815ના સ્થાને 850 રૂપિયાનો વધારો મળતા દૂધ ઉત્પાકોને હવે 35 રૂપિયાનો વધારો મળશે. તો બનાસ  ડેરીએ  30 રૂપિયાનો વધારો આપતા પ્રતિ કિલો ફેટે 790 રૂપિયા દૂધ ઉત્પાદકોને મળશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">