Banaskantha: ભારે વરસાદની આગાહી વચ્ચે દાંતીવાડા ડેમમાં 70 ટકા પાણી, નીચાણવાસમાં અપાયું એલર્ટ

Banaskantha: ભારે વરસાદની આગાહી વચ્ચે દાંતીવાડા ડેમમાં 70 ટકા પાણી, નીચાણવાસમાં અપાયું એલર્ટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2022 | 9:48 PM

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે  સિંચાઈ વિભાગ તેમજ સંબંધિત અધિકારીઓને જરૂરી તમામ વ્યવસ્થા સાથે એલર્ટ રહેવાના કલેક્ટર  દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

રાજયમાં હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે કે આગામી બે દિવસ ભારે વરસાદ (Rain forecast) થઈ શકે છે. હવામાન વિભાગની આગાહીને પગલે સંબધિત જિલ્લાઓમાં તંત્ર  એલર્ટ થઈ ગયું છે. ખાસ કરીને બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે સિંચાઈ વિભાગ તેમજ સંબંધિત અધિકારીઓને જરૂરી તમામ વ્યવસ્થા સાથે એલર્ટ રહેવાના કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

દાંતીવાડા ડેમમાં 70 ટકા પાણી ભરાયું

જિલ્લામાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારે દાંતીવાડા ડેમમાં અત્યારે પાણી વોર્નિંગના તબક્કે છે અને ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ત્યારે નદીકાંઠાના અને નીચાણવાસમાં રહેતા લોકોને સાવધાન રહેવા સૂચના અપાઈ છે.

આગામી ત્રણ દિવસ ફરી ગુજરાતને ઘમરોળશે મેઘો

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે તો આજથી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે તો બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ અને ત્રીજા દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.  ઉપરાંત  સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે. જ્યારે 22 તારીખથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે વરસાદ પડશે, જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે.

g clip-path="url(#clip0_868_265)">