BANASKANTHA : બનાસ ડેરી PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પ્લાન્ટ સ્થાપશે
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત બોર્ડ ડિરેક્ટરો વારાણસી પહોંચ્યા છે. આ તમામે વારાણસીના સંભવિત પ્લાન્ટના સ્થળની મુલાકાત લીધી છે.
BANASKANTHA : બનાસ ડેરી PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પ્લાન્ટ સ્થાપશે.પશુપાલકોને લાભ મળે તે માટે બનાસ ડેરી વારાણસીમાં નવો પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ પ્લાન્ટ માટે જમીનની ફાળવણી થતા જ ડેરીની ટિમ વારાણસી પહોંચી છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત બોર્ડ ડિરેક્ટરો વારાણસી પહોંચ્યા છે. આ તમામે વારાણસીના સંભવિત પ્લાન્ટના સ્થળની મુલાકાત લીધી છે.
આ અંગે ટ્વીટ કરતા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ લખ્યું કે, ભારતની આધ્યાત્મિક રાજધાની અને વડાપ્રધાન મોદીના મતવિસ્તારમાં વારાણસી બનાસ ડેરીનો નવો પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે તે જમીનની મેં બોર્ડ ડિરેક્ટરોની આખી ટીમ સાથે મુલાકાત લીધી.
At the spiritual capital of India and the constituency of PM Shri @narendramodi Ji, Varanasi today. I along with our entire team of board directors visited and inspected the land on which the new plant of Banas dairy in Varanasi is going to get built. pic.twitter.com/FQ7u1Q6ymW
— Shankar Chaudhary (@ChaudhryShankar) September 4, 2021