Ahmedabad Video : વિધર્મી બાઉન્સર રાખવા મુદ્દે સ્વર્ણિમ નગરી ગરબા મહોત્સવમાં વિવાદ, પોલીસે આયોજકોનો પક્ષ લીધો હોવાનો બજરંગદળનો આક્ષેપ

Ahmedabad Video : વિધર્મી બાઉન્સર રાખવા મુદ્દે સ્વર્ણિમ નગરી ગરબા મહોત્સવમાં વિવાદ, પોલીસે આયોજકોનો પક્ષ લીધો હોવાનો બજરંગદળનો આક્ષેપ

| Edited By: | Updated on: Sep 25, 2025 | 2:04 PM

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં આનંદ-ઉલ્લાસથી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે. ત્યારે બજરંગદળ અને હિન્દુ પરિષદ દ્વારા વિદ્યર્મી લોકોને ગરબામાં ન પ્રવેશ આપવાની માગ કરી હતી. ત્યારે અમદાવાદમાં યોજાયેલા સ્વર્ણીમ નગરી ગરબા મહોત્સવમાં બિનહિન્દુ બાઉન્સરોની હાજરીને લઈને બજરંગ દળે વિરોધ પ્રદર્શન કર્યું છે.

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં આનંદ-ઉલ્લાસથી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે. ત્યારે બજરંગદળ અને હિન્દુ પરિષદ દ્વારા વિદ્યર્મી લોકોને ગરબામાં ન પ્રવેશ આપવાની માગ કરી હતી. ત્યારે અમદાવાદમાં યોજાયેલા સ્વર્ણીમ નગરી ગરબા મહોત્સવમાં બિનહિન્દુ બાઉન્સરોની હાજરીને લઈને બજરંગ દળે વિરોધ પ્રદર્શન કર્યું છે. બજરંગ દળના કાર્યકરોએ તમામ બિનહિન્દુ બાઉન્સરોને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે.

ગરબા આયોજકો-બજરંગદળ સામ સામે

બજરંગ દળનો આક્ષેપ છે કે આવા બાઉન્સરો અન્ય ધર્મના લોકોને મફત પ્રવેશ આપી શકે છે અને હિન્દુ યુવતીઓને લવજિહાદ જેવા ગુનાઓમાં ફસાવી શકે છે. ગરબાના આયોજકોએ જણાવ્યું છે કે સિક્યુરિટી માટેના પૈસા પહેલાથી જ ચૂકવી દેવામાં આવ્યા છે, પરંતુ આગામી વર્ષથી આ બાબતનું ધ્યાન રાખવામાં આવશે. બજરંગ દળનો એવો પણ આક્ષેપ છે કે પોલીસે આયોજકોનો પક્ષ લીધો છે.

આયોજકોના બજરંગદળને ઉડાઉ જવાબ

ઉલ્લેખનીય છે કે અમદાવાદના સ્વર્ણિમ નગરી ગરબા મહોત્સવમાં વિવાદ સર્જાયો હતો. વિધર્મી બાઉન્સર રાખવા મુદ્દે બજરંગદળે વાંધો ઉઠાવ્યો હતો. તમામ વિધર્મી બાઉન્સરો હટાવવા માટે બજરંગદળની માગ કરી છે. આયોજકોએ બજરંગદળને સહયોગ ન આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્વર્ણિમ નગરી ગરબા મહોત્સવના આયોજકની પ્રતિક્રિયા કરવામાં આવી છે. વિધર્મી બાઉન્સરો રાખવા મુદ્દે આયોજકે નિવેદન આપ્યું છે. અમારા સિક્યોરિટીના રૂપિયા ચૂકવાઈ ગયા છે. આવતા વર્ષે આ બાબતનું ધ્યાન રાખીશું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો