સુરતમાં ગાર્ડનમાં યુવતી સાથે બેઠેલા એક યુવકનું બજરંગદળના કાર્યકરોએ કર્યું મુંડન, જુઓ video
સુરતમાં ગાર્ડનમાં યુવતી સાથે બેઠેલા એક યુવકને બજરંગદળના કાર્યકરોએ ઝડપી પાડ્યો હતો. જે બાદ તેનું મુંડન કરી આ યુવકને પોલીસને સોંપ્યો હતો
Surat: સુરતમાં બજરંગદળના કાર્યકરોએ ગાર્ડનમાં હોબાળો કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના (Surat) ડિંડોલી વિસ્તારમાં આવેલ છઠ તળાવ ગાર્ડનમાં યુવતી સાથે 3 યુવકો બેઠા હતા. આ દરમિયાન બજરંગદળના કાર્યકરો ત્યાં આવી પહોંચતા યુવકો ભાગવા લાગ્યા હતા. જેમાંથી એક યુવકને બજરંગદળના કાર્યકરોએ ઝડપી પાડ્યો હતો. જે બાદ તેનું મુંડન કરી આ યુવકને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પરંતુ યુવતીએ ફરિયાદ ન નોંધાવતા પોલીસે યુવકને છોડી મુક્યો હતો.
આ પણ વાંચો Gujarat Video: કૌભાંડી કરુણેશ રાણપરિયા સહિત 5 આરોપીઓ અમરોલી પોલીસે ઝડપ્યા, મધ્ય પ્રદેશથી ધરપકડ
સુરતમાં રોમિયોગીરી કે છોકરીઓની છેડતીની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, આવી ઘટનાઓને રોકવા બજરંગ દળના કાર્યકરો એકલતામાં કે ગાર્ડનમાં બેસતા છોકરા-છોકરીઓ પર નજર રાખતા હોય છે, જેનાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ ઉપરાંત જાહેર સ્થળોએ અશોભનીય પ્રવૃત્તિઓ રોકવા બજરંગ દળના કાર્યકરો સતત કાર્યરત હોય છે. આવી જ એક ઘટના સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ છઠ તળાવ ગાર્ડનમાં બની હતી. જેમાં એક ગાર્ડનમાં યુવતી સાથે બેઠેલા 3 યુવકો પૈકી એકને ઝડપી પાડ્યો હતો અને તેનું મુંડન કરી પોલીસને સોંપ્યો હતો.
સુરત અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
