Mehsana : સાપાવાડા પાસેનો બહુચરાજી-હારીજ રોડ બ્રિજ ક્ષતિગ્રસ્ત, ભારે વાહનોની અવરજવરથી વધ્યું બ્રિજનું વાઇબ્રેશન, જુઓ Video
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના અનેક પુલ ક્ષતિગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. સાપાવાડા પાસેનો બહુચરાજી-હારીજ રોડ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. રુપેણ નદી પરના બ્રિજ પર ગાબડા પડ્યા છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના અનેક પુલ ક્ષતિગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. સાપાવાડા પાસેનો બહુચરાજી-હારીજ રોડ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. રુપેણ નદી પરના બ્રિજ પર ગાબડા પડ્યા છે. 7 વર્ષના ટૂંકા ગાળામાં જ બ્રિજની ખરાબ હાલત થઈ છે. 7 કરોડના ખર્ચ બનેલા બ્રિજમાં ગાબડા પડતા અનેક સવાલો ઉભા થયો છે. જેના પગલે ભારે વાહનોની અવરજવરથી બ્રિજનું વાઈબ્રેશન વધ્યું છે.
રૂપેણ નદીના બ્રિજ પર ગાબડા !
આ બ્રિજને બન્યાને વધારે સમય થયો નથી. તેવામાં જર્જરિત જેવી હાલત થતા તંત્રની બેદરકારીના સામે આવી છે. કોન્ટ્રાક્ટરે બ્રિજની કામગીરી હલકી ગુણવત્તા વાળી કરી હોવાની ચર્ચા છે.જેને લઇ ભ્રષ્ટાચારના આક્ષેપ થઇ રહ્યા છે.વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારે રાજ્યના તમામ બ્રિજની તપાસના આદેશ આપ્યા છે.તેવામાં ખામીવાળા આ બ્રિજ પર પણ તંત્ર ધ્યાન દોરે તે જરૂરી છે.કારણ કે, અહીં અનેક વાહનોની અવરજવર હોય છે.તેવામાં ફરી દુર્ઘટનાની શક્યતા છે.ત્યારે, દુર્ઘટના પહેલા તંત્ર બ્રિજની તપાસ કરે કે કેમ ટૂંકા ગાળામાં બ્રિજની આ હાલત થઇ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
