Breaking News : ઉનામાં ભડકાઉ ભાષણ કેસમાં કાજલ હિન્દુસ્તાનીનો જામીન અરજીનો ચુકાદો અનામત રખાયો
ગીર સોમનાથના ઉનામાં રામનવમી પર્વ નિમિતે ભડકાઉ ભાષણનો મુદ્દે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરી હતી. VHPએ કાજલ હિન્દુસ્તાની પર થયેલી ફરિયાદ અંગે રોષ વ્યક્ત કર્યો છે. VHP દ્વારા કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર કરી ફરિયાદ રદ કરવાની માગ કરવામાં આવી છે.
ગુજરાતના ઉનામાં ભડકાઉ ભાષણ કેસમાં કાજલ હિન્દુસ્તાનીનો જામીન અરજીનો ચુકાદો અદાલતે અનામત રાખ્યો છે. જેની સુનાવણી 13 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. જેમાં કાજલ હિન્દુસ્તાનીના રાજકોટના વકીલ અનિલ આર.દેસાઈ અને ઉના ના સરકારી વકીલ M.K ગોહિલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.ઉનાની સેશન્સ કોર્ટ માં ફરિયાદી ઉના પોલીસ પી.એસ.આઈ. આર.આર ગળચર ,ઉના પી.આઇ ગોસ્વામી પણ સુનાવણી સમયે હાજર રહ્યા હતા.
VHP દ્વારા કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર કરી ફરિયાદ રદ કરવાની માગ કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથના ઉનામાં રામનવમી પર્વ નિમિતે ભડકાઉ ભાષણનો મુદ્દે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરી હતી. VHPએ કાજલ હિન્દુસ્તાની પર થયેલી ફરિયાદ અંગે રોષ વ્યક્ત કર્યો છે. VHP દ્વારા કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર કરી ફરિયાદ રદ કરવાની માગ કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ આપવાના કેસમાં ધરપકડ થયા બાદ કાજલ હિન્દુસ્તાની હાલ જૂનાગઢ જેલમાં બંધ છે. હાલ વિશ્વ હિંદુ પરિષદ કાજલ હિંદુસ્તાનીના વ્હારે આવી છે. VHPએ કાજલ હિન્દુસ્તાની પર થયેલી ફરિયાદ અંગે રોષ વ્યક્ત કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના ?
કાજલ હિન્દુસ્તાનીએ લવ જેહાદ મુદ્દે સેના બનાવવા આહ્વાન કર્યું હતું. જોકે કાજલ હિન્દુસ્તાનીના ભાષણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. કાજલના નિવેદન બાદ ઉનામાં એક સમાજે બંધનું એલાન આપ્યું હતું. જેને લઈને ઉના સજ્જડ બંધ જોવા મળ્યું હતું. આ ઘટનાને પગલે ઉનાના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…