AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રિ બુકિંગ ધૂમ પણ ડિલિવરીની નો ગેરંટી! આ કારણે સમયસર કાર ડિલિવર કરવામાં ડિલર્સને મુશ્કેલી

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 6:20 PM
Share

ઓટોમોબાઇલ માર્કેટ એક મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. જેના કારણે સમયસર કાર ડિલિવર કરવામાં તકલીફ પડી રહી છે. જી હા સેમી કંડક્ટર ચીપની અછતથી આ તકલીફ શરુ થઇ છે..

જો આપ દશેરાએ કાર લેવાનું વિચાર રહ્યા હોવ, તો શક્ય છે કે આપનું દશેરાનું મુહૂર્ત ન પણ સચવાય. કારણ છે ઓટોમોબાઇલ માર્કેટમાં સેમી કંડક્ટર ચીપની અછત જોવા મળી રહી છે. કોઇપણ બ્રાંડની કારને ઓપરેટ કરવા માટે સેમી કંડક્ટર ચીપ જરૂરી છે. તમને જણાવી દઈએ કે આ ચીપ ચીનથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે. જોકે કોરોનાના કારણે ઓટોમોબાઇલ સેક્ટર પ્રભાવિત થયું છે. અને ચીનથી હાલ માત્ર 50 ટકા જ સેમી કંડ્કટર ચીપ મળી રહી છે. આ સંજોગોમાં ડિલર્સ ગ્રાહકોને સમયસર નવી કારની ડિલિવરી નથી આપી શકતા. તેમજ સ્થિતિને પગલે કારની માગમાં 30 થી 40 ટકાનો ઘટાડો નોંધાયો છે અને ડિલરોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.

મહત્વપૂર્ણ છે કે સેમી કંડક્ટર ચીપ દ્વારા કોઇપણ કાર ઓપરેટ થતી હોય છે. અને કારના તમામ સોફ્ટવેર આ ચીપ દ્વારા જ અંકુશિત થતા હોય છે. જો આ ચીપ લાગેલી ન હોય તો કાર કોઇપણ પ્રકારનો કમાંડ સ્વિકારતી નથી. આવી સ્થિતિમાં ડિલરો પણ માની રહ્યા છે કે સામે આવતા નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં તેઓ ગ્રાહકોને સમયસર કારની ડિલિવરી નહીં આપી શકે.

ઉલ્લેખનિય છે કે કોરોનાકાળ બાદ હવે માર્કેટમાં તેજીનો પવન ફૂંકાયો છે. અને ઓટો સેક્ટરમાં પણ તેજીનો ઘોડો દોડી રહ્યો છે તેવામાં કારનું બંપર બુકિંગ પણ નોંધાયું છે. જોકે એક ચીપને પગલે કારજગત પ્રભાવિત થયું છે. અને ડિલર્સ મુશ્કેલીમાં મુક્યા છે.

આ પણ વાંચો: Gandhinagar: કેન્દ્રીય પ્રધાનોની જેમ હવે રાજ્ય સરકારના પ્રધાનો પણ કાઢશે જનઆશીર્વાદ યાત્રા, જાણો વિગત

આ પણ વાંચો: હરિદ્વાર અને ઋષિકેશ તરફ ગુજરાતીઓની દોટ, દર મહીને સ્વાસ્થ્ય અને યોગા માટે આટલા લોકો જાય છે ઉત્તરાખંડ

g clip-path="url(#clip0_868_265)">