Surat News : વિદેશમાં રહી મફત પગાર લેતા બે શિક્ષકનો કરાયા સસ્પેન્ડ, જુઓ Video
ગુજરાતની શાળાઓમાં ગેરહાજર શિક્ષકો મુદ્દે ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. શાળામાં શિક્ષક તરીકે નામ બોલતુ હોવા છતા ફરજ પર હાજર ન રહેતા શિક્ષકોનો પર્દાફાશ થયો હતો. સુરતમાં વિદેશમાં રહી મફત પગાર લેતા બે શિક્ષક સામે કાર્યવાહી કરી છે.
ગુજરાતની શાળાઓમાં ગેરહાજર શિક્ષકો મુદ્દે ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. શાળામાં શિક્ષક તરીકે નામ બોલતુ હોવા છતા ફરજ પર હાજર ન રહેતા શિક્ષકોનો પર્દાફાશ થયો હતો. સુરતમાં વિદેશમાં રહી મફત પગાર લેતા બે શિક્ષક સામે કાર્યવાહી કરી છે. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર તવાઈ બોલાવી છે. નગરપ્રાથમિક શાળા ક્રમાંક 121 અને 190ના બે શિક્ષકો બરતરફ કરાયા છે. શિક્ષકોને શિક્ષણ સમિતિએ 10થી વધુ વખત નોટિસ આપી હતી. શિક્ષકો દ્વારા કોઈ જવાબ ન આપતા કાર્યવાહી કરાઈ છે.
સુરેન્દ્રનગરમાં 35થી વધુ શિક્ષકો ગેરહાજર
બીજી તરફ સુરેન્દ્રનગરની સરકારી શાળાના 35થી વધુ શિક્ષકો ગેરહાજર હોવાનું સામે આવ્યુ છે. સરકારી શાળાના 35 શિક્ષકો સતત ગેરહાજર હોવાનું સામે આવ્યું છે.ચોટીલા, સાયલા, ચુડા, ધ્રાંગધ્રા, લીંબડી, પાટડી, લખતર, વઢવાણ, મૂળીની શાળાઓમાં શિક્ષક ગેરહાજર હોવાનું સામે આવ્યુ છે. શિક્ષકો રજા લઈ વિદેશ તેમજ પોતાના વતન જતા રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.