Vadodara Video: હરણી બોટ દુર્ઘટના બાદ કમાટીબાગમાં જોય ટ્રેન બંધ કરાઈ, મુલાકાતીઓની ટ્રેન શરુ કરવા માગ
વડોદરાના કમાટીબાગની શાન સમાન જોય ટ્રેન છેલ્લા દોઢ મહિનાથી બંધ હાલતમાં છે. હરણી બોટ દુર્ઘટના બાદ તાત્કાલિક જોય ટ્રેન બંધ કરી દેવાઈ હતી અને જરૂરી ડોક્યુમેન્ટ માગવામાં આવ્યા હતા.જોય ટ્રેનનું ફિટનેસ સર્ટિ રજૂ કરવા તઘલખી નિર્ણય કરાયો હતો. ત્યારે એજન્સીનું કહેવું છે કે જોય ટ્રેનનું ફિટનેસ સર્ટિ આપવા કોઈ સક્ષમ ઓથોરિટી જ નથી.

રેલવે વિભાગ અને આર એન્ડ બી વિભાગે સર્ટિ આપવાની સત્તા ન હોવાનું જણાવ્યું. જેથી જોય ટ્રેન ચલાવતી એજન્સી ખોડલ કોર્પોરેશન મુશ્કેલીમાં મુકાઈ છે. તો જવાબદાર અધિકારીએ જણાવ્યું કે ઓથોરિટીનું સર્ટિફિકેટ રજૂ કરાયા બાદમાં ટ્રેન ચાલુ કરવા નિર્ણય લેવાશે.
તો એજન્સીનું કહેવું છે કે અત્યાર સુધી જોય ટ્રેન ચાર્ટર્ડ એન્જીન સર્ટિફિકેટ પર ચાલી રહી હતી. અમે તમામ સર્ટિફિકેટ આપ્યા છે. છતાં હજુ મંજૂરી આપવામાં આવી નથી. જોય ટ્રેન બંધ હોવાથી આર્થિક નુકસાની વેઠવી પડે છે.
કમાટીબાગમાં હજારો સહેલાણીઓ મુલાકાતે આવતા હોય છે. ત્યારે છેલ્લા દોઢ મહિનાથી જોય ટ્રેન બંધ હાલતમાં હોવાથી સહેલાણીઓ પણ નિરાશ જોવા મળી રહ્યા છે. ફરી આ આકર્ષણનું કેન્દ્ર શરૂ કરવા માગ કરી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ જોય ટ્રેનની પરમિશન ક્યારે મળે છે.