Morbi: દબાણકર્તાઓમાં ફફડાટ ! પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી જમીન પરના દબાણ ફરી વળ્યું બુલડોઝર, જુઓ Video
મોરબીમાં ફરી એક વાર ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. મોરબીમાં ગેરકાયદે દબાણો પર તંત્રએ તવાઈ બોલાવી છે. લીલાપર ચોકડી પાસે સરકારી જમીન પરના દબાણ હટાવાયા છે.
મોરબીમાં ફરી એક વાર ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. મોરબીમાં ગેરકાયદે દબાણો પર તંત્રએ તવાઈ બોલાવી છે. લીલાપર ચોકડી પાસે સરકારી જમીન પરના દબાણ હટાવાયા છે. વન વિક વન રોડ અંતર્ગત દબાણ તોડી પડાયા છે. પોલીસ બંદોબસ્ત અને અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દબાણ પર બુલડોઝર ફરી વળતા દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે મોરબી મનપાએ ગેરકાયદે દબાણો પર બુલડોઝરથી તવાઈ બોલાવી. લીલાપર ચોકડી પાસે સરકારી જમીન પર દબાણ કરાયા હતા. જેને પગલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને અધિકારીઓની હાજરીમાં દબાણ હટાવાયા. ‘વન વિક વન રોડ’ અંતર્ગત તંત્રએ બુલડોઝરથી તવાઈ બોલાવી.ફરીવાર દબાણ ન થાય તેની તકેદારી લેવાશે તેવો મનપા કમિશનરે દાવો કર્યો છે.
