માતાજીના તહેવારમાં જ મહિલાઓ અસુરક્ષિત ! આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ, જુઓ Video
વડોદરા ગેંગરેપની ઘટના બાદ આણંદમાં સામુહિક દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે. માતાજીના તહેવારમાં મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યાં છે. સગીરાને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
વડોદરા ગેંગરેપની ઘટના બાદ આણંદમાં સામુહિક દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે. માતાજીના તહેવારમાં મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યાં છે. સગીરાને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ અડપલાં કરતા સગીરાએ બૂમાબૂમ કરી હતી. સગીરાએ બૂમો પાડતા આરોપીઓ ફરાર થયા છે. પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગેંગરેપ કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પાંચ શખ્સોને ઝડપ્યા
બીજી તરફ વડોદરા ભાયલીમાં સગીરા સાથે ગેંગરેપના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ગેંગરેપ કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પાંચ શખ્સોને ઝડપ્યા છે. પાંચમાંથી ત્રણ આરોપીઓ વિધર્મી અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે.
આરોપીઓ વડોદરાના તાંદલજામાં રહી કડીયાકામ કરતા હતા. પોલીસે આરોપીઓના મોબાઈલ સહિતના પુરાવા જપ્ત કર્યા છે. ભાયલીમાં મિત્ર સાથે બેસેલી સગીરા પર બળાત્કાર કર્યો હતો. સુમસાન રોડ પર બેસેલી સગીરા પર ગેંગરેપ કર્યો હતો.
Published on: Oct 07, 2024 02:08 PM
Latest Videos