જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના પ્રમુખને કેદીએ ધોઈ નાખ્યાં, સામ-સામે નોંધાઈ ફરિયાદ

| Edited By: | Updated on: Dec 31, 2025 | 3:42 PM

જૂનાગઢ જેલમાં, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને કેદી વચ્ચે થયેલ ઉગ્ર બોલાચાલી બાદ મારા મારી થઈ હતી. જેલમાં કેદીઓ વચ્ચે થયેલ મારામારીને લઈને જેલ અધિક્ષકે તપાસના આદેશ આપ્યા છે.

એટ્રોસિટી અને છેડતીના કેસમાં જૂનાગઢ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા ઉપર અન્ય કેટલાક કેદીઓએ હિંસક હુમલો કર્યો હતો. આ અંગેની સામે આવી રહેલ વિગતો અનુસાર, કેદી હરેશ સાવલિયા અને સાગર ચાવડા વચ્ચે સામાજીક બાબતોને લઈને વાતચીત થઈ રહી હતી. જેમાં સમાજ વિરોધી બોલવા બાબતે’ થયેલી ઉગ્ર ચર્ચા મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.

સાગર ચાવડા તરફે અન્ય કેટલાક કેદીઓએ આવીને હરેશ સાવલિયાને ધોલ ધપાટ કરવા સાથે માર માર્યો હતો. સામે હરેશ સાવલિયાએ પણ માર માર્યો હોવાની રાવ સાગર ચાવડા અને અન્યોએ કરી હતી. ઇજાગ્રસ્ત કેદીઓને તાત્કાલિક પોલીસ જાપ્તા હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યા મારમારીને લઈને સામ સામી ફરિયાદ નોંધવામાં આવી છે.

સમગ્ર ઘટનાની જાણ થતા જ જેલ અધિક્ષકે, જેલરને તપાસના કડક આદેશ આપ્યા હતા અને ઘટના અંગે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકે, ફરિયાદ નોંધવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો