Aravalli : અણસોલ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી કાર ઝડપાઇ, આ ગજબ યુક્તિથી થઈ રહી હતી દારૂની હેરફેર
શામળાજી નજીકથી રૂપિયા 1.72 લાખના વિદેશી દારૂ સહિત રૂપિયા 6.88 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ચાલો જાણીએ કેવી યુક્તિથી લઇ જઈ રહ્યો હતો દારૂ.
Aravalli: જિલ્લામાં દારુ ભરેલી કાર મળી આવી છે. અરવલ્લીની અણસોલ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી કાર ઝડપાઇ હતી. જેમાં ગીફ્ટ પેકમાં દારૂની બોટલ ભરવામાં આવી હતી. દારૂ લઇ જનારાઓએ દિવાળીની યુક્તિનો ફાયદો ઉઠાવ્યો હતો. આ બોટલોને કોઈને શક ના જાય એ માટે ગીફ્ટ પેકમાં મીઠાઇના બોક્સ, અને ડ઼્રાઇફ્રુટની આડમાં સંતાડવામાં આવી હતી. મળેલી માહિતી અનુસાર આ દારૂની બોટલો દિલ્લીથી મુંબઇ પહોંચાડવાની હતી.
ત્યાર જણાવી દઈએ કે શામળાજી નજીકથી રૂપિયા 1.72 લાખના વિદેશી દારૂ સહિત રૂપિયા 6.88 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. અણસોલ ચેકપોસ્ટ પરથી મોંઘાદાટ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ હતી. દિલ્લીથી મુંબઈના જુહુ ચોપાટી ખાતેના ખાતે દારુના ગિફ્ટ પાર્સલ પહોંચાડવાના હતા. ત્યારે કારમાં મીઠાઈના બોક્સ, ડ્રાયફ્રુટની આડમા વિદેશી દારૂ સંતાડ્યો હતો. શામળાજી પોલીસે આરોપી કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.