ભગવાન શામળીયાને ધરાવાયો છપ્પન ભોગ અન્નકૂટ, દર્શન માટે ઉમટી ભીડ, જુઓ વીડિયો
પ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે દિવાળી નિમિત્તે અન્નકૂટ ધરવાયો હતો. શામળાજી મંદિરમાં ભગવાન વિષ્ણુ સમક્ષ અલગ અલગ પ્રકારના સુંદર વ્યંજનો તૈયાર કરીને ધરાવવામાં આવ્યા હતા. દિવાળીને લઈ ભગવાન શામળીયાને અન્નકૂટ ધરાવવામાં આવતો હોય છે. દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટતી હોય છે. શામળાજી મંદિરને પણ દિવાળીના તહેવારોને લઈ સુંદર રોશનીથી સજાવાયુ છે.
શામળાજી મંદિરે દિવાળીના તહેવારને લઈ ભગવાન શામળીયા સમક્ષ છપ્પન ભોગ અન્નકૂટ ધરાવવાં આવ્યો હતો. ભગવાનને માટે 56 અલગ અલગ પ્રકારના સુંદર વ્યંજનો તૈયાર કરવામાં આવ્યા હતા. મિઠાઈ અને ફરસાણ, મુખવાસ સહિત ફળ ફળાદી પણ ભગવાનના અન્નકૂટમાં ધરાવાયા હતા.
આ પણ વાંચોઃ ખેડૂતો અને પશુપાલકોની બચતની છેતરપિંડી આચરનારો 4 વર્ષે ઝડપાયો, કંપનીનો સંચાલક દારુ વેચતો હતો
દિવાળીના તહેવારોને લઈ શામળાજીમાં ભક્તોની ભીડ મોટી સંખ્યમાં ઉમટતી હોય છે. અગીયારસથી શરુ ભક્તોની ભીડ શરુ થતી હોય છે જે, દિવાળી, નવુ વર્ષ તેમજ લાભ પાંચમ સુધી ભક્તો દર્શન કરવા માટે પહોંચતા હોય છે. નવા વર્ષના આશીર્વાદ લેવા માટે શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. મંદિરને પણ સુંદર રોશની વડે શણગારવામાં આવ્યુ છે.
અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News