ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, તબક્કાવાર વીજકાપનો અમલ કરવામાં આવશે- Video

ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, તબક્કાવાર વીજકાપનો અમલ કરવામાં આવશે- Video

| Edited By: | Updated on: Oct 16, 2026 | 9:52 PM

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા અંકલેશ્વરમાં ઉદ્યોગો હાલ ગંભીર વીજ સંકટનો સામનો કરી રહ્યા છે. પાવર ગ્રીડની ફ્રિક્વન્સી જાળવી રાખવાના અનિવાર્ય પગલાં રૂપે, વીજ કંપની દ્વારા તબક્કાવાર વીજકાપનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભરૂચ સ્થિત અંકલેશ્વરના ઔદ્યોગિક એકમો હાલ વીજ સંકટનો સામનો કરી રહ્યા છે. પાવર ગ્રીડની ફ્રિક્વન્સી જાળવી રાખવાના હેતુસર, ઉદ્યોગકારો અને વીજ કંપની વચ્ચેની બેઠકમાં તબક્કાવાર વીજકાપનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વીજકાપથી ઉદ્યોગો પર નોંધપાત્ર અસર થવાની ભીતિ છે. ઉદ્યોગકારોના મતે, અંકલેશ્વરમાં ઘણા એવા ઉદ્યોગો છે જ્યાં મશીનરી 24 કલાક કાર્યરત રાખવી અનિવાર્ય હોય છે. આવા સંજોગોમાં વીજકાપના કારણે કંપનીઓને વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરવાની ફરજ પડશે, જેના પરિણામે ઉત્પાદન ખર્ચમાં વધારો થવાનો ભય સેવાઈ રહ્યો છે.

ખાસ કરીને કેમિકલ ઉદ્યોગો, જે સતત પ્રક્રિયાઓ પર આધાર રાખે છે, તેમને આનાથી વધુ અસર થશે. વર્તમાન પરિસ્થિતિમાં પાવર ગ્રીડમાં સર્જાયેલી સમસ્યાને પહોંચી વળવા સ્ટેગર ડે તરીકે તમામ ફીડરોનું સંકલન કરીને ઉદ્યોગોને કેવી રીતે મદદ કરી શકાય તે અંગે વિચારણા કરવામાં આવી છે. વહીવટી દ્રષ્ટિએ, ફીડરવાઇઝ વીજકાપ રિપેરિંગ અને શોર્ટેજ મેનેજમેન્ટ માટે વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે. બપોરના બદલે સાંજે 4 થી 11 વાગ્યા સુધીનો વીજકાપ રાખવાથી દિવસ દરમિયાન સોલર પાવરનો લાભ મળી શકે છે અને રાત્રીના સમયે રિપેરિંગમાં થતા અકસ્માતો પણ ટાળી શકાય છે.

આ સમયગાળો પસંદ કરવા પાછળનું એક કારણ એ પણ છે કે, બીજી શિફ્ટના કામદારોને રિપેરિંગ કાર્ય માટે પૂરતો સમય મળી રહે અને રાત્રીના 12 વાગ્યા પછી, જ્યારે ઊંઘ આવવાના કારણે અકસ્માત થવાની શક્યતાઓ વધુ હોય છે, ત્યારે રિપેરિંગ ટાળી શકાય.

શું બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ આંદોલનની આડમાં સત્તા પરિવર્તનનો પ્રયાસ થઈ રહ્યો છે? કોણ છે અસલી માસ્ટરમાઈન્ડ- વાંચો

Published on: Oct 16, 2026 09:51 PM
Follow Us
Loading...
Unable to load recommendations.