Gujarat Election 2022: વઢવાણમાં ભાજપએ જીજ્ઞા પંડ્યાની ટિકિટ કાપતા બ્રહ્મ સમાજમાં રોષ, ભાજપને મત ન આપવાના લીધા શપથ

સુરેન્દ્રનગરની (Surendranagar) વઢવાણ બેઠકપર ભાજપે પહેલા જીજ્ઞા પંડ્યાને ટિકિટ આપી હતી. જો કે બાદમાં ભાજપે તેમની ટિકિટ પરત ખેંચી લીધી હતી. હવે ભાજપે જગદીશ મકવાણાને ટિકિટ આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 12:15 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયા છે. દરેક રાજકીય પક્ષ મતદારોને રીઝવવા દિવસ-રાત એક કરી રહ્યા છે. હવે મતદાનના દિવસને થોડા જ દિવસ બાકી છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણમાં બ્રહ્મ સમાજે ભાજપ વિરૂદ્ધ બાંયો ચઢાવી છે. ભાજપે જીજ્ઞા પંડ્યાને આપેલી ટિકિટ પરત ખેંચી લેતા બ્રહ્મ સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે.

સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પર ભાજપે પહેલા જીજ્ઞા પંડ્યાને ટિકિટ આપી હતી. જો કે બાદમાં ભાજપે તેમની ટિકિટ પરત ખેંચી લીધી હતી. હવે ભાજપે જગદીશ મકવાણાને ટિકિટ આપી છે. જેને લઈ બ્રહ્મ સમાજમાં ભાજપ વિરૂદ્ધ નારાજગી જોવા મળી રહી છે. બ્રહ્મ સમાજે ભાજપ વિરૂદ્ધ બાંયો ચઢાવી છે. ગત રાત્રે એટલે 20 નવેમ્બરે બ્રહ્મ સમાજના યુવાનો સમાજની વાડીમાં એકઠા થયા હતા અને ભાજપને મત ન આપવાના શપથ લીધા હતા. એટલું જ નહીં બીજા લોકોને પણ ભાજપને મત ન આપવા સમજાવવાની વાત કરી હતી.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">