રાજકોટ વીડિયો: પરશોત્તમ રુપાલા રૂપાલાને લઈ વિરોધ વધુ ઉગ્ર બન્યો, આ આંદોલન રાજકીય નથી, સામાજિક છે: પી.ટી જાડેજા

|

Apr 03, 2024 | 10:31 AM

ગુજરાતભરમાં છેલ્લા ઘણા સમયથી પુરુષોતમ રુપાલાએ કરેલી વાંધાજનક ટિપ્પણીના પગલે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોદ્ધ થઈ રહ્યો છે. જેના પગલે પી.ટી. જાડેજાએ નિવેદન આપતા કહ્યુ કે રુપાલા વિવાદ મામલે સમાધાન કરવાનું જ નથી. આ આંદોલન રાજકીય નથી આ આંદોલન સામાજિક છે.

ગુજરાતભરમાં છેલ્લા ઘણા સમયથી પુરુષોતમ રુપાલાએ કરેલી વાંધાજનક ટિપ્પણીના પગલે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. જેના પગલે પી.ટી. જાડેજાએ નિવેદન આપતા કહ્યુ કે રુપાલા વિવાદ મામલે સમાધાન કરવાનું જ નથી. આ આંદોલન રાજકીય નથી, આ આંદોલન સામાજિક છે. આ સાથે જ પી. ટી. જાડેજાએ કહ્યુ કે “ભાજપના ક્ષત્રિય નેતાઓ સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે” તેમજ ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી જાડેજાનું મોટું નિવેદન આપ્યુ છે.

વિરોધ પ્રદર્શનને લઈ ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી જાડેજાનું નિવેદન આપતા જણાવ્યુ કે ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે રસ્તા પર ઉતરી ગઈ છે. ક્ષત્રિય સમાજે સંપૂર્ણ પ્લાનિંગ કરી લીધુ છે. તેમજ ગામે ગામ બેનર લગાવવામાં આવશે. વિરોધ પ્રદર્શનના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા રાજકોટના વિવિધ વિસ્તારમાં બેઠકોનું આયોજન થઈ રહ્યું છે. જેમાં આજે રાજકોટના સરિતાવિહાર સોસાયટીમાં ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળી હતી.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video