Anand : કિસ્મત ટ્રે઼ડિંગમાંથી લેવાયેલા સોયાબિન તેલના નમૂના ફેલ- Video

| Edited By: | Updated on: Oct 17, 2023 | 11:44 PM

Anand: આણંદમાં કિસ્મત ટ્રેડિંગમાંથી લેવાયેલા સોયાબિન તેલના નમૂના ફેલ સાબિત થયા છે. ત્રણેય નમૂના ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 (Food Safety and Standards Act) મુજબ ન હોવાનુ રિપોર્ટમાં સામે આવ્યુ છે. તેલના નમૂના ફ્લ થતા કિસ્મત ટ્રેડિંગ સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે અને ફુડ સેફ્ટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. ફુડ વિભાગે કિસ્મત ટ્રેડિંગમાંથી અંદાજે 4.52 લાખની કિંમતનો તેલનો જથ્થો જપ્ત કર્યો છે

Anand: આણંદ ફુડ વિભાગે 20 સપ્ટેમ્બરે લીધેલા સોયાબિન તેલના નમૂના ફેલ સાબિત થયા છે. કિસ્મત ટ્રેડિંગમાંથી લેવાયેલા સોયાબિન તેલના નમૂના ફેલ સાબિત થયા છે. ત્રણેય નમૂના ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ટ એક્ટ 2006 મુજબ ન હોવાનો ફુડ વિભાગની તપાસમાં સામે આવ્યુ છે. સોયાબિન તેલના નમૂના ફેલ થતા કિસ્મત ટ્રેડિંસ સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે પેટલાદમાં 20 સપ્ટેમ્બરે કિસ્મત ટ્રેડિંગમાંથી ફુડ વિભાગે તેલના નમૂના એકત્ર કર્યા હતા. અંદાજે 4.52 લાખ ની કિંમંતનો તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

તહેવારો પહેલા ફુડ વિભાગનો સપાટો

તહેવારો સમયે ફુડ વિભાગ સક્રિય થયુ છે અને વિવિધ એકમો પર ચેકિંગની કામગીરી હાથ ધરી રહ્યુ છે. વિવિધ એકમોમાંથી નમૂના લઈ તેની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. વેપારીઓ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા ન કરે અને બિનઆરોગ્યપ્રદ અને આખાદ્ય વસ્તુઓ ન પધરાવી દે તેની તકેદારીના ભાગ રૂપે તહેરવારો પહેલા જ ફુડ વિભાગ સક્રિય થયુ છે.

આ પણ વાંચો : Amreli: ભૂમાફિયા બેફામ, શેત્રુજીમાંથી રેતી ચોરીના સીસીટીવી આવ્યા સામે- જુઓ Video

આણંદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો