Gir Somnath: તાલાલામાં આધેડની હત્યાનો ઉકેલાયો ભેદ, પ્રેમિકાના પુત્રએ જ કર્યુ મર્ડર, પોલીસે આરોપીની કરી ધરપકડ- Video
Gir Somnath: તાલાલામાં ગત રાત્રે(16.10.23) થયેલ આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આરોપીના માતા સાથે મૃતકને આડા સંબંધ હોવાથી પ્રેમિકાના પુત્રએ જ આધેડને મોતને ઘાટ ઉતાર્યો હતો. તાલાલાના સીદીવાડા વિસ્તારની આ ઘટના છે. જ્યા 47 વર્ષિય સૈયદ યાકુબ મકવાણાની છરીના ઘા મારી હત્યા કરી હતી. મૃતક પ્રેમિકાના ઘરે રાત્રિના સમયે મળવા ગયો હતો, તે સમયે પ્રેમિકાનો પુત્ર જોઈ જતા ઉશ્કેરાઈને હત્યા કરી નાખી હતી. તાલાલા પોલીસે આરોપી જાહિદની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Gir Somnath: તાલાલા ગીર શહેરમાં ગઈકાલે (16.10.23) બનેલ હત્યાના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીને ઝડપી લીધો. આરોપીની માતા સાથે મૃતકને આડા સંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. માતાના પ્રેમી સાથે માતાને ઘરે જોતા યુવાન પુત્ર એ માતાના પ્રેમી પર છરી વડે હુમલો કરતા મોત નીપજ્યુ હોવાનું સામે આવ્યુ છે. ગત રાત્રે 47 વર્ષિય સૈયદત યાકુબ મકવાણાની નિર્મમ હત્યા થઈ હોવાની પોલીસને જાણ થતા પોલીસે ત્વરીત ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
પ્રેમિકાના પુત્ર એ જ આધેડને મોતને ઘાટ ઉતાર્યો
સૈયદ મકવાણા નામના એક વ્યક્તિને તાલાળામાં જ રહેતા ઝાહિદ મકવાણાની માતા સાથે અનૈતીક સંબંધ હોય જેને કારણે જાહીદ મકવાણા ને “સૈયદ” પર ભારે ગુસ્સો હતો. ત્યારે ગઈકાલે જાહીદ મકવાણા બહારથી પોતાના ઘરે આવતા પોતાની માતા અને તેના પ્રેમી સૈયદને જોઈ જતા જાહીદનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો અને જાહીદે સૈયદને ભારે ઢીકા પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ છરી વડે તેમના પર હુમલો કરતા સૈયદનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અને આરોપી જાહીદની ધરપકડ કરી અને આગળની તપાસ હાથ ધરી છે.
Input Credit- Yogesh Joshi- Gir Somnath
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
