Amreli: ભૂમાફિયા બેફામ, શેત્રુજીમાંથી રેતી ચોરીના સીસીટીવી આવ્યા સામે- જુઓ Video
Amreli: અમરેલી જિલ્લામાં ફરી ભૂમાફિયા સક્રિય થયા છે. શેત્રુંજી નદીમાંથી રેતી ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. આ રેતી ચોરી અંગે સરપંચે કલેક્ટરને પત્ર લખી ખનિજ ચોરી અટકાવવા રજૂઆત કરી છે. સમગ્ર જિલ્લામાં શેત્રુંજી નદીમાં રેતીનું મોટુ ગેરકાયદે નેટવર્ક ચાલતુ હોવાની કલેક્ટરને રજૂઆત કરાઈ છે. લિલિયાના ભેંસવડી સરપંચની ફરિયાદ બાદ વધુ એક સરપંચે કલેક્ટરને પત્ર લખી રેતી ચોરી બંધ કરાવવા રજૂઆત કરી છે.
Amreli: અમરેલી જિલ્લામાં ફરી ભૂમાફિયા સક્રિય થયા છે. શેત્રુંજી નદીમાંથી રેત ચોરીના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. સાવરકુંડલાના જીરા ગામ નજીક શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી થતી હોવાની સરપંચે કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે. આ રેત ચોરીની સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. જીરા ગામમાં લગાવેલા સીસીટીવીમાં ગેરકાયદે રેતી ચોરી કરનારા વાહનો કેદ થયા છે. ત્યારે ફરી એકવાર અમરેલી ખાણ ખનિજ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. આ રેતીચોરી મામલે સરપંચે કલેક્ટરને પત્ર લખી ખનિજ ચોરી બંધ કરાવવા રજૂઆત કરી છે.
શેત્રુંજી નદીમાં મોટાપાયે રેતીચોરીનું નેટવર્ક ચાલતુ હોવાની ફરિયાદ
આ અગાઉ લિલિયાના ભેંસવડી ગામના પૂર્વ સરપંચે પણ કલેક્ટરને ફરિયાદ કરી હતી. એ ફરિયાદ બાદ વધુ એક સરપંચે કલેક્ટરને ખનિજ ચોરી અંગે ફરિયાદ કરી છે. સમગ્ર અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીમાંથી રેતી ચોરીનું સૌથી મોટુ ગેરકાયદેસર નેટવર્ક ચાલતુ હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

Input Credit- Rahul Bagda- Amreli
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
