Ahmedabad : એલિસબ્રીજ વિસ્તારમાં અકસ્માત બાદ 2 જૂથ વચ્ચે માથાકૂટ, પોલીસ કોમ્બિંગ દરમિયાન સર્જાઈ ઘટના, જુઓ Video

Ahmedabad : એલિસબ્રીજ વિસ્તારમાં અકસ્માત બાદ 2 જૂથ વચ્ચે માથાકૂટ, પોલીસ કોમ્બિંગ દરમિયાન સર્જાઈ ઘટના, જુઓ Video

| Edited By: | Updated on: Sep 19, 2025 | 2:18 PM

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં અકસ્માત સર્જાયો હતો. શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં અકસ્માત બાદ માથાકૂટ થઈ હોવાની ઘટના સામે આવી હતી.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં અકસ્માત સર્જાયો હતો. શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં અકસ્માત બાદ માથાકૂટ થઈ હોવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર છડાવાડ પોલીસ ચોકી પાસે અકસ્માત થતા બબાલ થઈ હતી. અલગ-અલગ જૂથના લોકો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો.

ગઈકાલે રાત્રે નવરાત્રીની પૂર્વ તૈયારીના પગલે પોલીસ કોમ્બિંગ દરમિયાન ઘટના સર્જાઈ હતી. આંબાવાડી અને ભૂદરપૂરા વિસ્તારના લોકો સામસામે આવ્યા હતા. જેની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક ધોરણે મામલો થાળે પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એલિસબ્રીજ વિસ્તારમાં અકસ્માત બાદ 2 જૂથ વચ્ચે માથાકૂટ

ઉલ્લેખનીય છે કે છડાવાડ પોલીસ ચોકી એલિસબ્રીજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં રાત્રિ ના સમયે કોમ્બિંગ નાઈટ હતી. ત્યારે પોલીસ ચોકી સામે અકસ્માત થયા બાદ બે કોમ ના ટોળા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આંબાવાડી શિસ્ત લોકો અને ભૂદર પૂરા વિસ્તાર ના લોકો સામસામે આવી જતા પોલીસે તાત્કાલિક આવી મામલો થાળે પાડ્યો હતો અને આગળ ની પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના શાના કારણે થઈ હતી અને મામલો શું હતો તે પોલીસ ફરિયાદ બાદજ ખબર પડે હાલ પોલીસ દ્વારા પ્રાથમિક જાનકારી પ્રાપ્ત થઈ હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો