Navsari: શહેરના અનેક વિસ્તારમાં મોડી રાત્રે દીપડીના આંટાફેરા જોવા મળ્યા, સ્થાનિકોમાં ફેલાયો ભયનો માહોલ, જૂઓ Video
નવસારી શહેરની આસપાસ બચ્ચા સાથે દીપડીના (Leopard) આંટાફેરા જોવા મળી રહ્યા છે. શહેરના ભેંસત ખાડાના વોરા વાડીમાં મોડી રાત્રિ દરમિયાન દીપડીના આંટાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Navsari : નવસારી શહેરના લોકોને હાલ ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બનવુ પડ્યુ છે. છેલ્લા થોડા દિવસથી નવસારી શહેરની આસપાસ બચ્ચા સાથે દીપડીના (Leopard) આંટાફેરા જોવા મળી રહ્યા છે. શહેરના ભેંસત ખાડાના વોરા વાડીમાં મોડી રાત્રિ દરમિયાન દીપડીના આંટાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ દીપડી બચ્ચાં સાથે શહેરના કાલિયાવાડી, કાછીયાવાડી વિસ્તારમાં પણ જોવા મળી હતી. તો દીપડીએ શ્વાન અને ડુક્કરનો શિકાર પણ કર્યો હતો. જે પછી લોકોને ઘર બહાર નીકળવામાં પણ ડર લાગી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તાર છોડીને શહેરી વિસ્તાર દીપડીના આંટાફેરાએ લોકોમાં ચિંતા વધારી છે.
આ પણ વાંચો- Diamond Bat : સુરતનો બિઝનેસમેન વર્લ્ડ કપ પહેલા કોહલીને આપશે હીરાનું બેટ, કિંમત જાણીને ચોંકી જશો
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos