Amreli: સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત ફરી વિવાદમાં, રસ્તો બંધ રહેતા FCIના અધિકારીઓને ધમકાવ્યા

Amreli: સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય ફરી વિવાદમાં આવ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે લઈને પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે FCIના અધિકારીઓને ધમકાવ્યા હતા. FCI એ રસ્તો બંધ કરી દેતા ગામલોકોને ભારે હાલાકી પડી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 11:00 PM

અમરેલીના સાવરકુંડલાના કોંગ્રેસ (Congress)ના ધારાસભ્ય (MLA) પ્રતાપ દુધાત (Pratap Dudhat)ફરી વિવાદમાં આવ્યાં છે. પ્રતાપ દુધાતે FCIના અધિકારીઓને ધમકાવ્યા હતા.ખેડૂતો સાથે પહોંચેલા પ્રતાપ દુધાતે અધિકારીઓને ધમકાવ્યાં હતા. FCI દ્વારા રસ્તો બંધ કરી દેતા ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે, તો બીજી તરફ ગ્રામજનોને અધિકારીઓ યોગ્ય જવાબ ન આપતા મામલો બિચક્યો હતો. પ્રતાપ દુધાત અને ખેડૂતોએ અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો.દૂધાતે ચીમકી આપી કે જો 5 દિવસમાં રસ્તો નહીં ખોલાય તો તેઓ જાતે ગોડાઉન પર બુલડોઝર ફેરવી દેશે. લીલીયા પાસે FCI ગોડાઉનના નિર્માણકાર્યથી મુશ્કેલી પડી રહી છે. ગોડાઉનને કારણે ખેડૂતોના ખેતરે જતા રસ્તા બ્લોક થઈ ચૂક્યા છે. ખેડૂતોને 17 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે.

રસ્તો ખૂલ્લો નહીં કરાય તો આગામી સમયમાં ખેડૂતો ડિમોલિશન કરશે-પ્રતાપ દૂધાત

Tv9 સાથેની વાતચીતમાં પ્રતાપ દૂધાતે જણાવ્યુ કે ધમકાવવાની કોઈ વાત નથી. એક વર્ષથી ખેડૂતો પીડાઈ રહ્યા છે. મોટા લીલીયામાં FCI ગોડાઉનનું કામ ચાલી રહ્યુ છે. લિફ્ટ ઈન્ડિયા નામની કંપની કામ કરી રહી છે. ટેન્ડર કરીને લિફ્ટ ઈન્ડિયા નામની કંપનીને કામ મળ્યુ છે. આ કામને કારણે ખેડૂતોને ખેતરમાં જવાનો જે હાઈવે છે તે બંધ કર્યા છે. જેમા 100થી વધુ ખેડૂતોની જમીન નષ્ટ થાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આ અંગે અનેકવાર વારંવાર લેખિત અને મૌખિક જાણ કરાઈ છે પરંતુ કંપનીના લોકો મનમાની કરી રહ્યા છે. આ અંગે કંપનીના અધિકારીઓને ધમકાવ્યા હોવાના આરોપનો ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ખંડન કરતા કહ્યુ એનુ રિઝલ્ટ પાંચ દિવસમાં લાવીને આપીશ. પાંચ દિવસમાં જો આ પ્રશ્નનું નિવારણ નહીં આવે તો ડિમોલિશન કરવા માટે 5000 ખેડૂતો જશે અને આ ખેડૂતોને તેઓ રોકશે પણ નહીં, તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">