AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AMRELI : રામપરા ડેમ ઓવરફલો થયો, સાતલડી નદીમાં પુરમાં ફસાયેલા 19 લોકોને બચાવાયા

AMRELI : રામપરા ડેમ ઓવરફલો થયો, સાતલડી નદીમાં પુરમાં ફસાયેલા 19 લોકોને બચાવાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 3:48 PM
Share

અમરેલીના બાબરા-કરિયાણા રોડ પર આવેલો રામપરા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ગઈકાલે વરસેલા સવા ઈંચ વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા નવા નીરના કારણે ડેમ ભરાઈ ગયો છે.

રામપરા ડેમ ઓવરફલો થયો

અમરેલીના બાબરા-કરિયાણા રોડ પર આવેલો રામપરા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ગઈકાલે વરસેલા સવા ઈંચ વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા નવા નીરના કારણે ડેમ ભરાઈ ગયો છે. પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે ખાખરિયા, દરેડ, જામબરવાળા, ગળકોટડી સહિતના ગામોને ફાયદો થશે. આ ગામોમાં બોર અને કૂવાના તળ ઊંચા આવશે. ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. લોકો ડેમના પાણીમાં નાહવા કૂદી પડ્યા હતા.

અમરેલી જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લામાં બે અલગ અલગ સ્થળો પર પૂરના પાણીમાં 21 લોકો ફસાઈ જતા પોલીસ અને NDRFની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામને બચાવ્યા હતા.

સાતલડી નદીમાં પૂર આવતા 19 લોકો ફસાયા હતા

અમરેલી તાલુકામાં આવેલા બાબાપુર ગામના પાટિયા પાસે સાતલડી નદીમાં પૂર આવતા બરોડા તરફથી સરંભડા ગામ આવી રહેલી બસ સાતલડી નદીના પાણીમાં ફસાઈ હતી. બસમાં સવાર 19 લોકો ફસાઈ ગયા હોવાની પોલીસને જાણ થતા અમરેલી તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી લોકોને બચાવ્યા હતા. પોલીસ દ્વારા સરકારી વાહનોમાં દોરડા બાંધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું. અમરેલી ડીવાયએસપી જગદીશસિંહ ભંડારીએ કહ્યું હતું કે, પૂરના કારણે ચારેય તરફ પાણી વળ્યા હતા. જેમાં બસ ફસાતા પોલીસ જવાનોએ તમામ લોકોને ઉગારી લીધા હતા.

આ પણ વાંચો : સિદ્ધુએ રાજીનામું આપતા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું #ArchanaPuransingh, લોકોએ લખ્યુ અર્ચનાની નોકરી ખતરામાં ?

g clip-path="url(#clip0_868_265)">