Amreli : બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, ખેતરોમાં તૈયાર પાકને નુકસાનની ભીતિ-Video

|

Oct 14, 2023 | 7:34 PM

Amreli: અમરેલી બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. લૂંઘીયા, જંજારીયા, સાપર સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ તરફ વરસાદને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. વડિયાના અરજણ સુખ ગામે દોઢ ઈંચ વરસાદ ખાબકી જતા ખેતરમાં પડેલા મગફળીના પાથરા અને કપાસને નુકસાન પહોંચ્યુ છે.

Amreli: અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો, લૂંઘીયા, જંજારીયા, સાપર સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વડિયાના કેટલાક ગામોમાં વરસાદને પગલે પાકને નુકસાન પહોંચ્યુ છે. વડિયાના અરજણ સુખ ગામે દોઢ ઇંચ વરસાદ પડતા ખેતરમાં મગફળીના પાથરા અને કપાસને ભારે નુકસાન થયું. ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. વરસાદના પગલે તોરી, રામપુર, નાજાપુર સહિતના ગામોમાં મગફળી અને કપાસનો પાક બરબાદ થયો છે. નુકસાનીને પગલે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે.

વડિયામાં મગફળી અને કપાસના તૈયાર મોલને પહોંચ્યુ નુકસાન

કેટલાક ખેતરમાં મગફળીના પાથરા પથરાયેલા હતા. તેના પોટલાં બનાવી ઓપનર મુકવાની તૈયારી હતી, ક્યાંક કપાસ વિણવાની કામગીરી ચાલુ હતી.પરંતુ શુક્રવારે વડિયાના સહિત તાલુકાના અરજણ સુખમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. તોરી, રામપુર, નાજાપુર ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે ખેડૂતોના મગફળી, કપાસ જેવો મોલ ધોવાઈ ગયો.

આ પણ વાંચો: Amreli: ભાજપ શાસિત બગસરા નગરપાલિકાનો વિચિત્ર ઠરાવ, મહિલા સભ્યના લોહીના સંબંધ ધરાવતી વ્યક્તિ કરી શકશે ‘વહીવટ’ – Video

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:31 pm, Sat, 14 October 23

Next Video