Amreli: ભાજપ શાસિત બગસરા નગરપાલિકાનો વિચિત્ર ઠરાવ, મહિલા સભ્યના લોહીના સંબંધ ધરાવતી વ્યક્તિ કરી શકશે ‘વહીવટ’ – Video
Amreli: ભાજપ શાસિત બગસરા નગરપાલિકા દ્વારા વિચિત્ર ઠરાવ કરવામાં આવ્યો છે. મહિલા સભ્યના લોહીનો સંબંધ ધરાવતી વ્યક્તિ પ્રતિનિધિ તરીકે માન્ય ગણાશે. તેવો નીતિ વિરુદ્ધનો ઠરાવ થતા ગણગણાટ થવા લાગ્યો છે. આ ઠરાવ સામે વિપક્ષના નેતા જમાલ સરવૈયાએ સખત વિરોધ નોંધાવ્યો છે.
Amreli: ભાજપ શાસિત બગસરા નગરપાલિકાએ વિચિત્ર ઠરાવ પસાર કરતા વિપક્ષ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે. બગસરાની ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા મહિલા સભ્ય સાથે લોહીનો સંબંધ ધરાવતી વ્યક્તિ પ્રતિનિધિ તરીકે માન્ય ગણાશે, તેવો ઠરાવ કરાયો છે. જે આડકતરી રીતે મહિલા સભ્યના પરિવારના સભ્ય દ્વારા વહીવટની છૂટ આપતો નિર્ણય છે. આ ઠરાવનો વિપક્ષ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: Gir Somnath: VHP, બજરંગ દળની શૌર્ય યાત્રા રાજ્યમાં તોફાનો કરાવે છે: અર્જુન મોઢવાડિયા- Video
વિપક્ષના નેતા જમાલ સરવૈયાની દલીલ છે કે આ ઠરાવ નીતિ વિરુદ્ધનો છે. એક તરફ ભાજપ દ્વારા પરિવારવાદનો વિરોધ કરવામાં આવે છે ત્યારે મહિલાના નામે અન્ય પ્રતિનિધિ કેવી રીતે વહીવટ કરી શકે ! આ સાથે વિપક્ષના નેતાએ સવાલ ઉઠાવ્યા છે કે શું ભાજપના મહિલા સદસ્ય વહીવટ કરવા માટે સક્ષમ નથી? સક્ષમ હોય તો જ સંચાલન કરવુ જોઈએ નહીં તો ચૂંટણીમાં દાવેદારી જ ન કરવી જોઈએ. વિપક્ષ નેતા ઠરાવને અયોગ્ય ગણાવતા રદ કરવાની માગ કરી છે.
Input Credit- Rahul Bagda- Amreli
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો