Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ, Videoમાં જુઓ આ દુર્લભ નજારો

|

May 15, 2024 | 3:07 PM

એશિયાટિક સિંહ ગુજરાત અને ગીરની શાન છે, ત્યારે અવાર નવાર તેઓ ગીર સહિતના આસપાસના વિસ્તારોમાં ઘૂસી આવે છે. આવા જ અદભૂત દ્રશ્યો અમરેલીના ધારીથી સામે આવ્યા છે.

અમરેલીમાં ‘સિંહના ટોળા ના હોય’ કહેવત ખોટી સાબીત થતા જોવા મળી છે. એશિયાટિક સિંહ ગુજરાત અને ગીરની શાન છે. અવાર નવાર તેઓ ગીર સહિતના આસપાસના વિસ્તારોમાં જોવા મળતા હોય છે. અમરેલીમાં પણ સિંહો વસવાટ કરતા હોય છે.અમરેલીમાં આવા સિંહ પરિવારના આંટા મારતો એક વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો-ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો ! આરોગ્ય વિભાગે દરોડા પાડતા આ દ્રશ્યો જોવા મળ્યા, જુઓ Video

આવાઅદભૂત દ્રશ્યો અમરેલી જિલ્લાના ધારીથી સામે આવ્યા છે. જેમાં એક સાથે 12થી વધુ સિંહનું ટોળું રસ્તા પરથી પસાર થતુ જોવા મળી રહ્યુ છે. સિંહ પરિવારમાં સિંહ, સિંહણ અને સિંહબાળ રસ્તા પરથી લટાર મારતા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો રાહદારીએ કેમેરામાં કેદ કર્યા હતા. આ રાતના દ્રશ્યો છે. હાલ સિંહ પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

 

Next Video