અમરેલી: ખાંભા નાગેશ્રી સ્ટેટ હાઈવે પર લટાર મારતા જોવા મળ્યા પાંચ સિંહબાળ અને ત્રણ સિંહણ- જુઓ Video
સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહો રહેણાંક વિસ્તારોમાં ખોરાકની શોધમાં આવી ચડે છે. અવારનવાર અહીં સિંહો જંગલવિસ્તાર છોડી રહેણાંક વિસ્તારોમાં આંટાફેરા કરતા જોવા મળે છે. ગત રાત્રે પણ 5 સિંહ બાળ અને 3 સિંહણ ખાંભા સ્ટેટ હાઈવે પર લટાર મારતા જોવા મળ્યા
અમરેલીમાં ખાંભા નાગેશ્રી સ્ટેટ હાઈવે પર સિંહ પરિવાર લટાર મારતો જોવા મળ્યો. 5 સિંહ બાળ અને ત્રણ સિંહણ અહીં ખોરાકની શોધમાં આંટાફેરા મારતા કેમેરામાં કેદ થયા છે. શિકારની શોધમાં ચાલતા ચાલતા 8 સિંહોનું આ ટોળુ ખાંભા નાગેશ્રી સ્ટેટ હાઈવે પર આવી ચડ્યુ હતુ. વાહનચાલકોએ સિંહ પરિવારની આ લટારનો વીડિયો તેમના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો. ભાગ્યેજ જોવા મળે તેવા દુર્લભ દૃશ્યો એકી સાથે 8 સિંહોના જોવા મળ્યા હતા. આ મીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે.
જુનાગઢમાં વાડી વિસ્તારમાં એક મકાનમાં ઘુસી ગઈ સિંહણ
આ તરફ જુનાગઢમાં વાડી વિસ્તારમાં મકાનમાં સિંહણ ઘુસી ગઈ હતી. સોરઠ પંથકમાં ગામમાં કે સીમમાં સિંહ આવી જવા એ રોજિંદુ બની ગયુ છે. હવે વન્ય પ્રાણીઓ તમારા ઘરમાં દસ્તક દેવા લાગ્યા છે. આવુ જ કંઈક જુનાગઢના વાડી વિસ્તારમાં આવેલા એક ઘરમાં બન્યુ. જેમા વરસતા વરસાદમાં એક સિંહણ વાડી વિસ્તારના એક મકાનમાં આવી ચડી હતી. જેના કારણે મકાન માલિકનો શ્વાસ પણ અધ્ધર થઈ ગયો. સિંહણ મકાનમાં ઘુસી જતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.
બોરવાવ ગામમાં ગૌશાળામાં સાવજોએ ધામા નાખ્યા
આવી જ એક અન્ય ઘટના ગીર સોમનાથના તાલાલાના બોરવાવ ગામમાં બની. અહીં બે સિંહો ગામમાં ઘુસ્યા હતા. ગામની ગોકુલ ગૌશાળામાં શિકારની શોધમાં સાવજોએ ધામા નાખ્યા. ગૌશાળામાં લાગેલા CCTV કેમેરામાં દૃશ્યો કેદ થયા. જો કે ગાયો સુરક્ષિત જગ્યાએ હોવાથી વનરાજો પરત ફર્યા છે.
Input Credit- Raju Basia- Vijaysinh Parmar- Yogesh Joshi