અમરેલીનો ધાતરવડી ડેમ-2 100 ટકા ભરાયો, તંત્ર દ્વારા એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યુ – Video
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલો ધાતરવડી-2 ડેમ ઓવરફ્લો થતા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે. સતત પાણીની આવકને કારણે જિલ્લાના જળાશયો ઓવરફ્લો થયા છે. ખાલી પડેલો રાજુલાનો ધાતરવડી-2 ડેમ પણ 100 ભરાયો છે.
અમરેલીના જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા જિલ્લાના જળાશયોમાં પુષ્કળ પાણીની આવક થઈ છે. મોટાભાગના જળાશયો છલોછલ થયા છે. રાજુલા તાલુકામાં આવેલો ધાતરવડી -2 ડેમ પણ 100 ટકા ભરાયો છે. સતત પાણીની આવકના કારણે જળાશયો ઓવરફ્લો છયા છે. રાજુલાનો ખાલી પડેલો ધાતરવડી-2 ડેમ પણ સંપૂર્ણ ભરાયો છેય પાણીની આવકના કારણે તંત્ર દ્વારા ડેમનો 1 દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યુ છે. પાણી છોડાતા 9 જેટલા ગામડાના લોકોને એલર્ટ કરાયા છે. રાજુલા, જાફરાબાદ, ધાતરવડી નદી કાંઠે આવતા ગામોવે એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
ભેંસાણ ગામના લોકો માટે આફત બનીને આવ્યો વરસાદ
આ તરફ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ભેસાણ ગામે ગાગડીયો નદી સ્થાનિકો માટે આફતરૂપ બની છે. ભેસાણના લોકો પાણીમાંથી પસાર થઈને ખેતરોમાં જવા મજબુર બન્યા છે. ગાગડિયો નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. ચેકડેમ ભરાતા ગાડા કેડાનો માર્ગ પણ બંધ થયો છે. ભેસાણના ગ્રામજનોએ રસ્તો ખુલ્લો કરાવવાની માગ કરી છે .1 હજાર વીઘા જમીન સામે કાંઠે હોવાથી સ્થાનિકો પારાવાર પરેશાન થઈ રહ્યા છે. ભેસાણ ગામના લોકોએ જળસમાધિ કાર્યક્રમ રાખતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
Latest Videos
Latest News