ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા કોરોના પોઝિટીવ, ટ્વીટ કરીને આપી માહિતી

કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ધારાસભ્ય જે.વી. કાકડિયાએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ધારાસભ્ય જે.વી કાકડિયા હોમ ક્વોરોન્ટાઇન થયા છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jan 24, 2022 | 8:07 AM

ગુજરાતમાં કોરોનાના કેસોની સુનામી આવી છે. ખૂબ જ તીવ્ર ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હવે અમરેલીના ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા (J V Kakadiya) પણ કોરોના સંક્રમિત (Corona positive) થયા છે.

કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ધારાસભ્ય જે.વી. કાકડિયાએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ધારાસભ્ય જે.વી કાકડિયા હોમ ક્વોરોન્ટાઈન થયા છે. જે.વી. કાકડિયાએ ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત થયાની જાણકારી આપી છે અને તેમના સંપર્કમાં જે પણ લોકો આવ્યા છે તેમને પોતાનો કોરોના રિપોર્ટ કરાવી લેવા અપીલ કરી છે.

રવિવારે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યુ હતુ. બે દિવસ પહેલા ભાજપ નેતા અને મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા, આ સિવાય ભાજપના સાંસદ પૂનમ માડમ, સાંસદ ભરતસિંહ ડાભી કોરોના સંક્રમિત થયા છે. તમામ હાલમાં હોમ આઈસોલેશનમાં છે

બીજી તરફ કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, પ્રતાપ દૂધાત અને અનિલ જોશીયારા કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.

આ પણ વાંચો- Banaskantha: ભરબજારમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યુ, કેટલાક લોકો માંડ માંડ બચ્યા, જુઓ દ્રશ્યો

આ પણ વાંચો- ચોમાસામાં અમદાવાદના રસ્તાઓ પર નહીં ભરાય પાણી, જાણો શું છે કારણ?

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati