શું કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જોડાશે, સી.આર.પાટીલના નિવેદન બાદ આપી આ પ્રતિક્રિયા

શું કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જોડાશે, સી.આર.પાટીલના નિવેદન બાદ આપી આ પ્રતિક્રિયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 7:12 PM

ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નિવેદન બાદ અમરિશ ડેરે કહ્યું હતું કે, ચૂંટણીમાં તમામ પક્ષો જીતી શકે તેવા ઉમેદવારને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરતા હોય છે.

ગુજરાતમાં(Gujarat) વિધાનસભા ચુંટણી (Assembly Election)પૂર્વે જ ભાજપ અને કોંગ્રેસ સક્રિય થયા છે. જેમાં રાજ્યમાં  ચુંટણી પૂર્વે તોડજોડનું રાજકારણ પણ ચરમસીમાએ પહોંચે તેવા સંકેતો અત્યારથી મળી રહ્યા છે. જેમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે( CR Paatil)એક જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને(Ambarish Der)લઈને કરેલા નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે.

ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે અમરેલીના બાબરીયાધારના સમુહ લગ્નમાં સી.આર.પાટીલે કહ્યું હતું કે, મારા પક્ષના ઘણાં લોકો અમરિશ ડેરના મિત્રો છે. અમે અમરિશ ડેર માટે હજુ ખાસ જગ્યા રાખી છે. સાથે જ પાટીલે હસતા હસતા કહ્યું હતું કે, ડેરને તો મારે એક દિવસ ખખડાવવા પડશે, ખખડાવવાનો મારો અધિકાર છે.

જેમાં સી.આર.પાટીલના નિવેદન બાદ અમરિશ ડેરે કહ્યું હતું કે, ચૂંટણીમાં તમામ પક્ષો જીતી શકે તેવા ઉમેદવારને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરતા હોય છે. તેમણે જે કહ્યું હશે તે જવાબદારી પૂર્વક કહ્યું હશે. આ ઉપરાંત મુકેશ પટેલ સાથેની મુલાકાત મુદ્દે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, મુકેશ પટેલ મારા મિત્ર છે એટલે મુલાકાત થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલ પણ અમરિશ ડેરને મળ્યા હતા. મુકેશ પટેલની મુલાકાત અને પાટીલના નિવેદનથી અમરેલીનું રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના વધતા કેસો અંગે આરોગ્ય મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

આ પણ વાંચો : અમદાવાદીઓ માટે રાહતના સમાચાર, રિક્ષાચાલકોએ 21 નવેમ્બરની અચોક્કસ મુદતની હડતાળ મોકુફ રાખી

g clip-path="url(#clip0_868_265)">