અમિત શાહનો ગુજરાત પ્રવાસ : જાણો કયા કયા કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, જેમાં તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે.
ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, જેમાં તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે.
અમિત શાહ આજે ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં નવ નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત તેઓ ગાંધીનગરના સેક્ટર-21 અને 22ને જોડતા નવા બ્રિજ, ગાંધીનગર મનપા નિર્મિત પેથાપુર આરોગ્ય કેન્દ્ર અને કોલવડા તળાવનું લોકાર્પણ કરશે. આ સાથે સાથે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોસ્ટ વિભાગના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે.
બીજું કે, અમિત શાહ નારણપુરામાં બનાવવામાં આવેલ ‘પલ્લવ બ્રિજ’નું લોકાર્પણ કરશે. જણાવી દઈએ કે, આ બ્રિજ 16 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. બ્રિજ બનતાની સાથે જ લોકોને ટ્રાફિકથી પણ રાહત મળશે.
શનિવારે અમિત શાહ સવારે 10:30 વાગ્યે અમદાવાદના સાયન્સ સિટીમાં સહકારી સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ મહેસાણામાં નર્સિંગ કોલેજના નવા બિલ્ડિંગ અને સાદરામાં પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે.
આ ઉપરાંત સાંજે 5:30 વાગ્યે તેઓ અમદાવાદના પલ્લવ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ AMCના વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરશે તેમજ સાંજે 7 વાગ્યે મણિનગરની મુલાકાત લેશે અને વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સાધન વિતરણ કરશે.
