ગુજરાત ચૂંટણી પૂર્વે અમિત શાહે BAPSના વડા મહંત સ્વામીના લીધા આશીર્વાદ

ગુજરાત ચૂંટણી પૂર્વે અમિત શાહે BAPSના વડા મહંત સ્વામીના લીધા આશીર્વાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 10:19 PM

Gujarat Election 2022: ગુજરાત ચૂંટણી પૂર્વે અમદાવાદમાં પ્રચાર અર્થે અમદાવાદ છે. આ દરમિયાન શાહીબાગના BAPS સ્વામીનારાયણ મંદિર પહોંચ્યા હતા અને BAPSના વડા મહંત સ્વામીના આશિર્વાદ લીધા હતા.

અમદાવાદમાં પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શાહીબાગના BAPS સ્વામીનારાયણ મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે BAPSના વડા મહંત સ્વામીના આશીર્વાદ લીધા હતા. અમિત શાહે મંદિર જઈ ભગવાન સ્વામીનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ અને મહંત સ્વામી મહારાજનું પૂજન કર્યુ છે. સાથે જ ભગવાન પાસે ગુજરાત ચૂંટણીમાં વિજયના શુભાષિશ માગ્યા હતા. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજે અમિત શાહને અમદાવાદમાં 14 ડિસેમ્બરથી આરંભ થઈ રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પણ આવવાનું આમંત્રણ પાઠવ્યુ છે.


અસારવામાં અમિત શાહનો યોજાયો રોડ શો

આ પહેલા અમિત શાહે અસારવામાં રોડ શો યોજ્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે 89 બેઠકો પર મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત થયા છે હવે બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે અને અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. તેવામાં ભાજપના મોટા નેતાઓ ગુજરાતમાં પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદના અસારવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો યોજાયો હતો. અમદાવાદ પૂર્વ વિધાનસભા બેઠક પરથી પૂર્વ ડેપ્યુટી મેયર દર્શનાબેન વાઘેલા આ સીટ પરથી ભાજપના ઉમેદવાર છે. જેમના માટે અમિત શાહે પ્રચાર કર્યો.

મહિસાગરમાં અમિત શાહે સંબોધી જનસભા

મહીસાગરના કડાણામાં ગૃહપ્રધાન અમિત શાહે જનસભાને સંબોધી આદિવાસીઓના વિકાસ મુદ્દે ફરી કોંગ્રેસ પર નિશાન તાક્યું. અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસે આદિવાસીઓના નામ પર ફક્ત રાજનીતિ જ કરી છે. ભાજપ સરકારે નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી, ગોધરામાં ગુરૂ ગોવિંદ યુનિવર્સિટી તેમજ આદિવાસીઓના સંતાનોના અભ્યાસ માટે અનેક સંસ્થાઓ સ્થાપી છે.

Published on: Nov 30, 2022 10:19 PM
g clip-path="url(#clip0_868_265)">