ગુજરાત ચૂંટણી 2022: ગૃહપ્રધાન અમિત શાહે ખાનપુર ભાજપ કાર્યાલયે યોજી બેઠક, ઉમેદવારોને આપ્યુ ચૂંટણીલક્ષી માર્ગદર્શન
Gujarat Election 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા અને શહેરના ઉમેદવારો તેમજ હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. અમિત શાહે શુભેચ્છા મુલાકાત સાથે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યુ હતુ.
અમદાવાદમાં ખાનપુર સ્થિત આવેલા ભાજપ કાર્યાલયે ગૃહમંત્રી અમિત શાહે શહેરના ઉમેદવારો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. શાહે ઉમેદવારોની શુભેચ્છા મુલાકાત સાથે તેમને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યુ હતુ. ચૂંટણી દરમિયાનની મુલાકાતમાં સંગઠન કાર્યકરોને શાહે માર્ગદર્શન આપ્યું. અમિત શાહ ખાનપુર બેઠક પૂર્ણ કરી એસ જી હાઈવે મીડિયા સેન્ટર ગયા. ખાનપુર કાર્યાલય પર પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમાર અને ખાડીયાના ઉમેદવાર ભૂષણ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યાં. જમાલપુર ખાડીયાના ઉમેદવાર ભૂષણ ભટ્ટ, એલિસબ્રિજના અમિત શાહ, દરિયાપુરના કૌશિક જૈન અને દાણીલીમડાના ઉમેદવાર નરેશ વ્યાસ બેઠકમાં હાજર રહ્યાં હતા, જ્યારે અસારવામાંથી પ્રદીપ પરમાર અને વટવામાંથી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા.
વેજલપુરમાં અમિત શાહે અમિત ઠાકર માટે કર્યો હતો પ્રચાર
અમદાવાદમાં વેજલપુરના ઉમેદવાર અમિત ઠાકર માટે ગૃહમંત્રી અમિત શાહે પ્રચંડ પ્રચાર કર્યો હતો. આ દરમિયાન અમિત શાહે કહ્યું હતુ કે હું પ્રહલાદનગર અને જોધપુરની નજીકમાં છુ એટલે કહુ છુ વોટિંગ કરવુ પડે. તમે વોટિંગ ન કરોને પછી ત્યાં મોટી મોટી લાઈનો લાગી તો આ અમિત ઠાકરનું બિચારાનું શું થાય? અમિત શાહે વધુમાં કહ્યું કે નારા લગાવવાથી ન થાય. સભા પૂર્ણ થાય એટલે બધાએ વિસ્તારમાં પોતાના 20-20 ઓળખીતાને ફોન કરીને ચૂંટણીના દિવસે 9 વાગ્યા પહેલા જ મતદાન કરવા લઈ જવા. આ દરમિયાન અમિત શાહે સભામાં રમખાણો, આર્ટિકલ 370, રામ મંદિર સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કરી વિપક્ષને આડે હાથ લીધો હતો. અમિત શાહે અમિત ઠાકર માટે મતદાનની અપીલ કરતા કાર્યકરોને સંબોધી કહ્યું હતુ કે ભાજપની લીડ ઘટવી ન જોઈએ.