અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની હાઈલેવલ બેઠક, ચોમાસામાં વરસાદી પાણીના સંગ્રહ અને વિકાસ કામો ઝડપી કરવા આદેશ

| Edited By: | Updated on: May 16, 2026 | 5:15 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અદ્યક્ષ સ્થાને અમદાવાદના તળાવોના આધુનિકીકરણ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં તળાવોને સુંદર બનાવવા અને આગામી ચોમાસામાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા અધિકારીઓને કડક સૂચના અપાઈ છે.

અમદાવાદ શહેરના તળાવોના વિકાસ અને આધુનિકીકરણ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરીય બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં અમિત શાહે અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપતાં તળાવોના બ્યુટીફીકેશન પર સવિશેષ ધ્યાન આપવા અને કામગીરીમાં ઝડપ લાવવા તાકીદ કરી છે.

બેઠકમાં ખાસ કરીને આગામી ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ થાય તે માટે લાંબા ગાળાના આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શહેરીજનો અને મુલાકાતીઓ માટે તળાવો પાસે ફેમિલી ફ્રેન્ડલી વાતાવરણ ઊભું કરવા તેમજ બાકી રહેલા તળાવોમાં નાના બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવા અંગે શાહે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા હતા.

(ઈનપુટ ક્રેડિટ: રોનક વર્મા)

નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પ્રથમ સંકલન બેઠક જ બની તોફાની, પાણી અને રસ્તાના મુદ્દે મનસુખ વસાવા અને ચૈતર વસાવા અધિકારીઓ પર વરસ્યા

Follow Us