ગાંધીનગર સસંદીય ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેમના મતવિસ્તારમાં સમાવિષ્ઠ શેલામાં તળાવ સહીતના અન્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત શેલાના મહિલા રહિશોને, અમિત શાહે ખાતરી આપી હતી કે, શેલા વિસ્તારની ગટર સહીતની નાગરિક સુવિધાની સમસ્યાનો ઉકેલ એક વર્ષમાં આવી જશે. આ વિસ્તાર માટે રૂપિયા 1500 કરોડના ખર્ચે ગટરલાઈન નાખવામાં આવી રહી છે. ચોમાસામાં પડેલા વરસાદમાં ભરાયેલા પાણી કેટલાક દિવસો સુધી ભરાઈ રહેતા સ્થાનિકોએ કટાક્ષમાં શેલાને અમદાવાદનો અર્બન વિસ્તાર તરીકે ઓળખાવતા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિત શાહે, આજે શેલા ખાતે સરોવર અને ઉદ્યાનનું લોકાર્પણ કર્યું હતું. પદ્મભૂષણ રજનીકાંત શ્રોફના નામથી આ સરોવર અને ઉદ્યાનનું નામકરણ કરવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિત શાહે જ શેલાના તળાવ અને ઉદ્યાનનું ખાતમુહૂર્ત કર્યું હતું. રૂપિયા 21 કરોડના ખર્ચે તૈયાર થયું છે સરોવર અને ઉદ્યાન. 53 હજાર સ્કવેર મીટર વિસ્તારમાં તળાવનું ડેવલોપમેન્ટ કરાયું છે. 8 હજાર સ્કવેર મીટર આર્ટિફિશિયલ લેક બનાવાયું છે. 14 સ્કવેર મીટરમાં ગાર્ડન બનાવ્યો છે. કુલ 75 હજાર સ્કવેર મીટરમાં કરાયું છે નવીનીકરણ.