ચંડોળા તળાવના દબાણો સામે AMCનું ડિમોલિશન પાર્ટ 2 – જુઓ Video
અમદાવાદના ચંડોળા તળાવ પર થયેલા દબાણ મામલે AMC અને પોલીસે મળીને ફરીથી કાર્યવાહી શરૂ કરી રહી છે.
અમદાવાદના ચંડોળા તળાવ પર થયેલા દબાણ મામલે AMC અને પોલીસે મળીને ફરીથી કાર્યવાહી શરૂ કરી રહી છે. તળાવની તાજેતરમાં માપણી કરવામાં આવી હતી જેમાં ત્રણ ભાગમાં વહેંચાયેલા તળાવને એકરૂપ બનાવવા માટે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં DLR અને AMC દ્વારા મુકાયેલ ખૂંટની અંદર આવેલા ગેરકાયદેસર મકાનોને તોડી પાડવામાં આવશે, ત્યારબાદ બીજા તબક્કામાં તળાવની આસપાસના ગેરકાયદેસર એકમો તોડીને ડેવલપમેન્ટ કરાશે.
2017માં અંદાજે 8,000 દબાણો હતા, જે હવે વધીને 16,000થી વધુ થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. ડ્રોન ટેક્નોલોજી દ્વારા કરવામાં આવેલ સર્વે અનુસાર અત્યાર સુધીમાં અંદાજે 1.5 લાખ ચોરસ મીટર દબાણ દૂર કરાઈ ચૂક્યું છે, જ્યારે હજુ પણ આશરે 2.5 લાખ ચો.મી. દબાણ હટાવવાનું બાકી છે. AMC એ પણ જાહેરાત કરી છે કે 1 ડિસેમ્બર, 2010 પહેલાં વસવાટ કરનાર લોકોને EWS આવાસ આપવામાં આવશે.
