સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળીની મંદ ગતિએ થઈ રહી છે ખરીદી : લલિત વસોયા

સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળીની મંદ ગતિએ થઈ રહી છે ખરીદી : લલિત વસોયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 6:40 PM

.ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે સરકારે મોટા ઉપાડે મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત તો કરી દીધી છે. જો કે તેની માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. 

ગુજરાતમાં (Gujarat) સરકાર દ્વારા કરવામાં ટેકાના ભાવે (MSP)કરવામાં આવતી મગફળીની(Groundnut)ખરીદીને લઇને ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ(Lalit Vasoya) ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા. તેમણે આરોપ લગાવ્યો છે કે સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળી ખરીદ પ્રક્રિયા મંદ ગતિએ ચાલી રહી છે.

તેમણે કહ્યું કે સ્ટાફના અભાવે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. તેની સાથે જ આરોપ પણ લગાવ્યો કે, મોટી સંખ્યામાં ખેડૂતોની મગફળી રિજેક્ટ કરાતી હોવાથી ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછી કિંમતે મગફળી વેચવા મજબુર બન્યા છે.ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે સરકારે મોટા ઉપાડે મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત તો કરી દીધી છે. જો કે તેની માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં સરકાર નિષ્ફળ નીવડી છે.

ઉલ્લેખનીય છે કે, ખેડુતો પાસેથી રાજયસરકાર મગફળીની ખરીદી મણના 1110 રૂપિયાના ભાવે ખરીદી કરે છે. પરંતુ ખેડુતો અનેક કારણે ટેકાભાવે ખરીદી કરવા તૈયાર થતા નથી. ટેકાભાવે વેચાણ માટે ખેડુતોને અનેક મુશકેલી પડતી હોય છે. જેના કારણે ખેડુતો ટેકાના ભાવે મગફળી વેચાણ માટે નિરસતા દાખવી રહ્યા છે. બીજી તરફ ખુલ્લા બજારમાં યાર્ડ ઉભરાય રહ્યા છે.

ખેડુતોને ટેકાભાવે મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત હતું. જે માટે એક માસનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં ખેડુતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે મુશ્કેલી પડતી હોય તેથી અનેક ખેડુત પ્રક્રિયા દુર રહેતા હોય છે.

આ પણ વાંચો :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદના, ખંભાતના પરિવારને નડેલા અકસ્માતના મૃતકોને રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત

આ પણ વાંચો : વિડીયો : ગાંધી આશ્રમની મુલાકાતે આવેલા સલમાન ખાને રેંટિયો કાંત્યો, એક ઝલક જોવા ફેન્સની પડાપડી

Published on: Nov 29, 2021 06:32 PM
g clip-path="url(#clip0_868_265)">