Ahmedabad: પીએમ મોદીના જન્મ દિવસે મેગા રસીકરણ અભિયાન,એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર વ્યવસ્થા
અમદાવાદમાં AMTSના જુદા-જુદા 12 ટર્મિનસ અને BRTSના 15 સ્ટેશન પર લોકોને રસી આપવામાં આવી રહી છે. અહીં નોકરી-ધંધે જતા લોકોને ઝડપથી રસી મળતા સમય બચી ગયો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના 71માં જન્મદિવસે અમદાવાદમાં(Ahmedabad)મેગા રસીકરણ(Vaccination) અભિયાનનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને સરળતાથી રસી મળે તે માટે AMTS અને BRTS સ્ટેશન પર જ રસીકરણના બુથ લગાવ્યા છે.
તેમજ AMTSના જુદા-જુદા 12 ટર્મિનસ અને BRTSના 15 સ્ટેશન પર લોકોને રસી આપવામાં આવી રહી છે. અહીં નોકરી-ધંધે જતા લોકોને ઝડપથી રસી મળતા સમય બચી ગયો છે. જેથી લોકોએ તંત્રએ ગોઠવેલી વ્યવસ્થાના વખાણ કર્યા હતા. તેમજ AMTS અને BRTS સ્ટેશન પર સવારે 6થી લઈને રાત્રે 10 સુધી રસી આપવામાં આવશે.
ક્યાં ક્યાં થશે વેક્સિનેશન?
AMTS ના સ્ટેશન
1. પાલડી ટર્મિનસ 2. વાસણા ટર્મિનસ 3. અખબારનગર ટર્મિનસ 4. વાડજ ટર્મિનસ 5. હાટકેશ્વર ટર્મિનસ 6. મણીનગર ટર્મિનસ 7. નરોડા ટર્મિનસ 8. સારંગપુર ટર્મિનસ 9. ચાંદખેડા બસ સ્ટેન્ડ 10. ધુમા બસ સ્ટેન્ડ 11, વૈષ્ણોદેવી સર્કલ 12. ગુજરાત યુનિર્વસીટી બસ સ્ટેન્ડ.
BRTS સ્ટેશન
1. ચાંદખેડા ગામ 2. શાસ્ત્રીનગર 3. મેમનગર 4. સોલા ક્રોસ રોડ 5. ઈસ્કોન ક્રોસ રોડ 6. શિવરંજની 7. અંજલી 8. એમ. જે. લાયબ્રેરી 9. ગીતા મંદિર 10. જુના વાડજ 11. મણીનગર રેલ્વે સ્ટેશન 12. નારોલ 13. એક્સપ્રેસ હાઈવે જંકશન 14. સોનીની ચાલ 15. નરોડા એસ.ટી. વર્કશોપ
અમદાવાદ કોર્પોરેશનની હેલ્થ ખાતાની ટીમ દ્વારા કોવિડ વેક્સિનેશન કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આનો વધુ લોકો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે . તેમજ લોકો પણ કોરોના વેક્સિન લેતા નજરે પડી રહ્યા છે.
આ પણ વાંચો : Good News : અમદાવાદમાં ગ્રીન કવર વધશે, કોર્પોરેશનનો વૃક્ષારોપણનો 75 ટકા લક્ષ્યાંક પૂર્ણ
આ પણ વાંચો : PM Modi ના 71માં જન્મદિવસે જાણો તેમના બાળપણની રસપ્રદ વાતો