PM Modi ના 71માં જન્મદિવસે જાણો તેમના બાળપણની રસપ્રદ વાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસે તેમના ભાઈ, પરિવારના સભ્યો, તેમને ભણાવનાર શિક્ષક અને તેમની સાથે અભ્યાસ કરનાર મિત્રો તેમની જૂની યાદો વાગોળીને જન્મ દિનની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 2:18 PM

17 સપ્ટેમ્બર એટલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ(Narendra Modi Birthday) છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા(Mehsana) જીલ્લાના વડનગરના(Vadnagar) વતની છે. જેનો સૌ મહેસાણાવાસીઓ સહીત ગુજરાતીઓને ગૌરવ પણ છે. ત્યારે તેમના જન્મ દિવસે તેમના ભાઈ, પરિવારના સભ્યો, તેમને ભણાવનાર શિક્ષક અને તેમની સાથે અભ્યાસ કરનાર મિત્રો તેમની જૂની યાદો વાગોળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિનની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

દેશના વડાપ્રધાનનો આજે જન્મ દિવસ છે ત્યારે સૌને એ જાણવાની ઈચ્છા થાય કે તેમનું બાળપણ કેવું હતું.. તેમને કોણ ભણાવતું હતું? બાળપણમાં તેઓ મિત્રો સાથે કેવી રીતે સમય ગાળતા? અને બાળપણમાં તેઓ કેવા હતા? ટીવીનાઈનની ટીમે આ તમામ સવાલોના જવાબ વડાપ્રધાન મોદીના વતન વડનગરથી જ મેળવવાનો પ્રયાસ કર્યો.

નરેન્દ્ર મોદીએ વડનગરમાં 1962થી 1965 દરમિયાન પ્રાથમિક શિક્ષણ લીધુ હતું તેમને ચોથા ધોરણમાં ભણાવતા શિક્ષિકા હીરા બાએ પણ પીએમ મોદી  વિષે  જણાવ્યું હતું.

પીએમ મોદીના જન્મ દિવસ નિમિત્તે તેમના બાળપણના મિત્રો પણ ખૂબ ખુશખુશાલ જોવા મળ્યા.. પીએમ જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે શ્યામળદાસ મોદી તેમના સહપાઠી અને મિત્ર હતા. તેમણે નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભકામના પાઠવી સાથે બાળપણના સંસ્મરણો વાગોળ્યા..

તો બીજીતરફ નરેન્દ્ર મોદીના સગા ભાઈ સોમાભાઈ મોદી અને તેમના પિતરાઈભાઈ અરવિંદ મોદીએ તેમને જન્મ દિવસની શુભકામના પાઠવી. તેમના પિતરાઈ ભાઈએ જૂની યાદોને વાગોળતા કહ્યું કે તેઓ બાળપણમાં ભણવામાં ખૂબ હોંશિયાર હતા અને શાળાની દરેક પ્રવૃત્તિમાં ભાગ લેતા હતા.

આ પણ વાંચો : PM Modi Birthday Wishes : સોશિયલ મીડિયા પર પીએમ મોદી માટે શુભેચ્છાનું આવ્યુ પૂર, જાણો કોણે શું લખ્યુ ?

આ પણ વાંચો : PM Modi Untold Stories : મગર પકડવાથી લઇને પીએમ બનવાની ભવિષ્યવાણી સુધી, પીએમ મોદીની કેટલીક અજાણી વાતો

Follow Us:
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">