Ahmedabad Video : વરસાદી પાણીના નિકાલ માટે AMCનો નવતર પ્રયોગ, મનપા જુદાં- જુદાં વિસ્તારમાં બનાવશે 13 ખંભાતી કૂવા

|

Jun 16, 2024 | 9:11 AM

ગુજરાતમાં ચોમાસાનું આગામન થઈ ચૂક્યુ છે. ત્યારે અમદાવાદમાં મનપાએ ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ માટે શહેરમાં ખંભાતી કૂવાઓ બનાવશે. અમદાવાદમાં 13 ખંભાતી કૂવાઓ ખોદવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસાનું આગામન થઈ ચૂક્યુ છે. ત્યારે અમદાવાદમાં મનપાએ ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ માટે શહેરમાં ખંભાતી કૂવાઓ બનાવશે. અમદાવાદમાં 13 ખંભાતી કૂવાઓ ખોદવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કૂવાઓની મદદથી વરસાદના પાણીને જમીનમાં 30 ફૂટ નીચે ઉતારે અને 80 હજાર લીટરથી વધુ પાણીનો સંગ્રહ થશે. મનપા દ્વારા આ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

આગામી 7 દિવસ વરસાદની આગાહી

બીજી તરફ હવામાન વિભાગે આગામી સાત દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video