Ahmedabad Plane Crash : ઈમારત પરથી ફ્લાઈટની ટેઈલ ઉતારવાની કામગીરી હાથ ધરાઇ, જુઓ Video

Ahmedabad Plane Crash : ઈમારત પરથી ફ્લાઈટની ટેઈલ ઉતારવાની કામગીરી હાથ ધરાઇ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 14, 2025 | 10:34 AM

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ કાટમાળ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઈમારત પરથી વિમાનનો કાટમાળ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ક્રેન દ્વારા વિમાનની પાછળનો ભાગ ઉતારાયો છે.

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ કાટમાળ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઈમારત પરથી વિમાનનો કાટમાળ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ક્રેન દ્વારા વિમાનની પાછળનો ભાગ ઉતારાયો છે. ફાયર વિભાગ અને મનપાનું તંત્ર કામે લાગ્યું છે. બિલ્ડીંગ પર ફસાયેલા એરક્રાફ્ટની ટેઈલ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના માટે 2 હેવી ડ્યુટી ક્રેન કામગીરીમાં લાગી છે.

શું હતી સમગ્ર ઘટના ?

12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. આ વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરોના મોત થયા હોવાનો અંદાજ છે. ટેકઓફ કર્યા પછી, વિમાન લગભગ 600 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું અને પછી અચાનક નીચે પડવા લાગ્યું. થોડીવારમાં, વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ. વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ પર અથડાયું હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 14, 2025 10:34 AM