આજનું હવામાન : ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા નહીવત છે. બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય પરંતુ રાજ્યમાં કોઈ અસર જોવા નહીં મળે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા નહીવત છે. બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય પરંતુ રાજ્યમાં કોઈ અસર જોવા નહીં મળે. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં પશ્ચિમ પવન ફૂંકાઈ રહ્યા છે. જેના પગલે વાતાવરણ સૂકું રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ફરી માવઠું પડશે. 3, 4 અને 5 ફેબ્રુઆરીએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. જીરાના પાકને માવઠાની અસર થતાં કાળિયો રોગ થવાની પણ શક્યતા છે. વાતાવરણમાં ફેરફારની લીધે મોડા વાવેલા ઘઉંમાં પણ ઈયળ પડી શકે છે. મકાઈ અને મોડી વાવેલી તુવેરમાં લીલી ઈયળ જોવા મળી શકે છે. મોટાભાગના શિયાળા પાકને માવઠાની ખરાબ અસર થવાની સંભાવના છે.

સભામાં બેસેલા કોંગ્રેસીઓનું રાહુલે જ આવુ નિવેદન આપી કર્યુ અપમાન?

કોગ્રેસના દગાબાજોને રાહુલે ઈશારા-ઈશારામા બતાવી દીધો બહારનો રસ્તો-Video

સોલામાં હવસખોર પિતાએ 10 વર્ષની પુત્રી પર આચર્યું દુષ્કર્મ

હાજીપુરમાં એક જ પરિવારની 4 દીકરીની એક સાથે પોલીસમાં થઈ ભરતી
