આજનું હવામાન : વાવાઝોડા સંકટ ટળ્યું પણ માવઠાનું સંકટ યથાવત ! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધી શકે છે. તો હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધી શકે છે. તો હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે. આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડાની શક્યતા છે. હાલ સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ દક્ષિણ-પૂર્વ તરફથી ગરમ પવનો ફૂંકાવાને લીધે ઠંડીનો અનુભવ થઈ શકે છે. તેમજ હવામાં ભેજને લીધે તાપમાનમાં વધારો નોંધાયો છે. પરંતુ, ફરી ઉત્તર-પશ્ચિમી પવનો શરૂ થતાં તાપમાનમાં ઘટાડો થાય છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.
ગુજરાતમાં માવઠાની આગાહી
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ઠંડી અને માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. 6 થી 10 ડિસેમ્બર વચ્ચે વાતાવરણમાં મોટો ફેરફાર આવી શકે છે. તેમજ 18 ડિસેમ્બરની આસપાસ કેટલાક વિસ્તારોમાં માવઠું પડે તેવી આગાહી કરી છે. તો 20 ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં હીમ વર્ષા થવાના કારણે ગુજરાતમાં ગોત્રો થીંજવતી ઠંડીની આગાહી કરી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠા બાદ હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

