આજનું હવામાન : ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડુ ! અંબાલાલ પટેલે માવઠાને લઈ કરી મોટી આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીની શક્યતા છે. આગામી 4 દિવસ તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીની શક્યતા છે. આગામી 4 દિવસ તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાય તેવી શક્યતા છે. તેમજ પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાતા તાપમાન વધી શકે છે. રાજ્યમાં ઠંડી અંગે હવામાન વિભાગનું પૂર્વાનુમાન કર્યું છે. જોકે અત્યાર સુધી સૌથી વધારે ઠંડુ શહેર નલિયા રહ્યું છે.
ગુજરાતમાં ફરી માવઠાની આગાહી !
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવેમ્બર મહિનાના અંતમાં ફરી માવઠા જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. બંગાળના ઉપમહાસાગરમાં આગામી સમયમાં વાવાઝોડું ઉદભવે તેવી આગાહી કરવામાં આવી છે. આજથી હવાનું હળવું દબાણ બનવાની શક્યતા છે. જો કે 19 નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. જેના પગલે ડિસેમ્બર મહિનામાં માવઠાની શક્યતામાં વધારો છે.
આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની પણ આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ ઠંડીથી રાહત મળે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
