રાજ્યના હવામાનને લઈને અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતવાસીઓને હજુ પણ સહન કરવો પડશે માવઠાનો માર

રાજ્યવાસીઓને હજુ માવઠાથી રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે.

| Edited By: | Updated on: Oct 29, 2025 | 2:23 PM

રાજ્યમાં હજુ માવઠાનું જોર યથાવત રહેશે અને 1 નવેમ્બર સુધી રાજ્યવાસીઓને માવઠાથી રાહત મળવાની કોઈ શક્યતા દેખાઈ નથી રહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા 30 અને 31 ઓક્ટોબર દરમિયાન વરસાદ આવશે. આ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં માવઠુ થશે. પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદના એંધાણ છે. ગીર સોમનાથ, વેરાવળમાં પણ ભારે વરસાદ આવશે. 2 નવેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલના જણાવ્યા અનુસાર મોન્થા વાવાઝોડાની મહારાષ્ટ્રના ભાગોમાં અસર વર્તાશે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ આવી શકે છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ આવવાના એંધાણ છે. સુરત, ભરૂચમાં વરસાદને લીધે હળવા પૂરની શક્યતા રહેશે. 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં અતિભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રના ડિપ્રેશનને લીધે 2 નવેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે.

 

Breaking News: 8મા પગાર પંચને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં રજૂ કરાશે ભલામણો- જાણો વિગત