બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે માઇ ભક્તો પણ પદયાત્રા કરી માના શરણોમાં આવ્યા છે. 7 દિવસ ચાલનારા આ ભાદરવી પૂનમના મેળામાં અંદાજે 40 લાખથી વધુ ભક્તો આવવાની શક્યતા છે. યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય બન્યુ છે. ત્યારે અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય..જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે.
બીજી તરફ લાખો પદયાત્રીકો પદયાત્રા કરી અંબાજી તરફ જઈ રહ્યા છે. ત્યારે અનેક સેવા કેમ્પો આ પદયાત્રીઓની સેવા માટે તત્પર છે. ત્યારે ભાદરવી પૂનમનો સૌથી મોટો સેવા કેમ્પ અંબિકા સેવા કેમ્પ અને ખુલ્લો મુક્યો હતો. પદયાત્રીઓની સેવા માટે આ સેવા કેમ્પ ખુલ્લો મુકાયો છે.એક હજારથી વધુ લોકો અહીં વિસામો કરે તેવી વ્યવસ્થા છે 2 હજારથી વધુ લોકો અહીંયા જમી શકે તેવી વ્યવસ્થા છે અને મેડિકલ સારવાર અને ચા પાણી સહિત નાસ્તાની સેવા પણ પદયાત્રીકોને મળી રહે છે.