ગુજરાત ATSએ નવા વર્ષ પહેલા ભિવાડીમાંથી ડ્રગ્સનું કારખાનું કર્યુ બેનકાબ, અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરી પર ATS–SOG ત્રાટકી, જુઓ Video

| Updated on: Dec 29, 2025 | 12:08 PM

પોલીસે ફેક્ટરીમાંથી ગેરકાયદે રીતે બનાવવામાં આવેલો અંદાજે 22 કિલો અલ્પ્રાઝોલમ પાવડર તેમજ તેનો પ્રિક્યોર્સર કેમિકલનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓ કૃષ્ણા, અંશુલ શાસ્ત્રી અને અખિલેશ મૌર્ય મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે. હાલ UIT પોલીસ ત્રણેય આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરી રહી છે.

નવા વર્ષની ઉજવણી પહેલા રાજસ્થાનના ભિવાડીમાંથી નશાના મોટા કારોબારનો પર્દાફાશ થયો છે. ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS), જયપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને UIT પોલીસ સ્ટેશનની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ભિવાડીના કહારાની ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી APL ફાર્મ કંપનીમાં ચાલતી ગેરકાયદે ડ્રગ ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. આ કાર્યવાહીમાં અલ્પ્રાઝોલમ બનાવતા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે ફેક્ટરીમાંથી ગેરકાયદે રીતે બનાવવામાં આવેલો અંદાજે 22 કિલો અલ્પ્રાઝોલમ પાવડર તેમજ તેનો પ્રિક્યોર્સર કેમિકલનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓ કૃષ્ણા, અંશુલ શાસ્ત્રી અને અખિલેશ મૌર્ય મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે. હાલ UIT પોલીસ ત્રણેય આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરી રહી છે.

નેટવર્ક અત્યંત ગુપ્ત હતું

મહત્વની વાત એ છે કે આરોપીઓ અગાઉ એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા હોવાથી નાર્કોટિક પદાર્થ બનાવવાની ટેકનિકથી વાકેફ હતા. તેમણે આ ગેરકાયદે કામગીરી માટે એક રસાયણશાસ્ત્રીની મદદ પણ લીધી હોવાનું ખુલ્યું છે. ફેક્ટરીના એક કામદારે જણાવ્યું હતું કે માલિકો જાતે જ ડ્રગ્સનો સપ્લાય સંભાળતા હતા અને તેનો નેટવર્ક અત્યંત ગુપ્ત રાખવામાં આવતો હતો.

આ સમગ્ર ઓપરેશન લગભગ 12 કલાક સુધી ચાલ્યું હતું. દરમિયાન ડ્રગ કંટ્રોલ વિભાગ અને FSL ટીમને પણ બોલાવવામાં આવી હતી, જેમણે ટેકનિકલ તપાસમાં સહયોગ આપ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, બનાવવામાં આવતું અલ્પ્રાઝોલમ કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં સપ્લાય થતું હતું. ભિવાડીના પોલીસ અધિક્ષક પ્રશાંત કિરણ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર મામલે મોટો ખુલાસો કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.